

PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ પ્રેરિત સરસ્વતી સાઘના કેન્દ્ર, વિરમગામ શાખા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હાલ ચાલી રહેલ ઘો. – 10 અને ધો. – 12ના બોર્ડના વિરમગામ કેન્દ્રના ગ્રામ્ય વિસ્તારોમાં નળકાંઠા, સાણંદ, લખતર, બાવળા પંથક સહિત ગ્રામ્ય વિસ્તારોમાંના વિઘાર્થીઓને બોર્ડની પરીક્ષા સમય દરમિયાન અપ-ડાઉન તેમજ અભ્યાસ માટે કોઇ સમય ન બગડે તે માટે વિઘાર્થીઓ માટે રહેવા – જમવા – અભ્યાસ ની વ્યવસ્થા કરાઇ છે. નજીવી સહયોગી રાશીથી તેમજ શહેરના સેવાભાવી વેપારીના સહયોગથી હાલ શહેરની મોઢવણીકની વાડી ખાતે સુવિધા અપાઇ રહી છે.
આ સેવા માટે મોઢવણીક જ્ઞાતી દ્વારા પણ વિનામૂલ્યે આ વાડી આપવામાં આવી છે. આ સેવા યજ્ઞ સંસ્થા દ્વારા છેલ્લા 12 વર્ષથી અવિરત પણે ચાલું છે. આ વર્ષે વિરમગામ નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતાં ઘો. – 10 અને ધો. – 12ના કુલ 25થી વઘુ વિઘાર્થીઓને આ સંસ્થા દ્વારા વિરમગામ શહેરની મોઢવણીક વાડી ખાતે સુવિઘા આપવામાં આવી રહી છે. આ વિઘાર્થીઓને સવારે ચા – નાસ્તો તેમજ બપોર પરીક્ષા આપ્યાં બાદ બપોરનું ભોજન અને સાજંનું ભોજન આપવામાં આવે છે તેમજ ઘો. – 10 અને 12ના વિઘાર્થીઓને જે વિષયની પરીક્ષા હોય તેના આગળનાં દિવસે જે તે વિષયના શહેરનાં જાણીતા શિક્ષકો દ્વારા અભ્યાસ કરવામાં આવે છે આ વર્ષે બોર્ડની પરીક્ષા દરમિયાન 12 દિવસની વિઘાર્થીઓને રહેવા – જમવા – અભ્યાસની સુવિધા આપવામા આવેલ છે. આ સેવાયજ્ઞમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ તેમજ સરસ્વતી સાઘના કેન્દ્ર ના તેજસભાઇ વજાણી, સંતોષભાઇ શાહ, ભરત ગોતરેજીયા, કીરણ સોલંકી, જયંતીભાઈ પ્રજાપતિ, ગોપાલ ભરવાડ, મુકેશભાઇ દલવાડી, પ્રવિણ શાહ, નગીનભાઈ દલવાડી સહિતના સેવાભાવી લોકો દ્વારા જહેમત ઉઠાવી રહ્યા છે.