- કબુતર, રાષ્ટ્રીય પક્ષી મોર, કુંજ, બગલુ, સમડી સહિતના પક્ષીઓની સારવાર કરાઇ.
ઉત્તરાયણના તહેવાર દરમ્યાન અનેક પક્ષીઓ પતંગ દોરીમાં ફસાઇને ઘાયલ થાય છે અને જો પક્ષીઓને તાત્કાલીક જરૂરી સારવાર આપવામાં ન આવે તો ઘાયલ પક્ષીનું મૃત્યુ પણ થઇ શકે છે. વિરમગામ શહેર સહિત પંથકમાં ઉતરાયણના તહેવાર દરમ્યાન પતંગની દોરીથી, તેમજ વીજ કરંટથી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર આપવા માટે વિરમગામ ગૌરક્ષા દળ અને શ્રી શાંતીનાથ જૈન મિત્રમંડળ દ્વારા પક્ષી બચાવો જીવદયા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. વિરમગામમાં જીવદયા પ્રેમીઓ દ્વારા આગામી 14 અને 15 જાન્યુઆરી (ઉતરાયણ અને વાસી ઉતરાયણ) ના દિવસે ઇજાગ્રસ્ત પક્ષીઓ માટે હેલ્પલાઇન સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. વિરમગામમાં (1) શાંતિનાથ દેરાસર પાસે (2) ખોડીયાર મંદિર, મુનસર રોડ પાસે ઘાયલ પક્ષીઓ (3)ગોલવાડી દરવાજા માટે સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. જેમા બે દિવસમાં કુલ 30 ઘાયલ પક્ષીઓની સારવાર આપવામાં આવી હતી. જેમા 2 રાષ્ટ્રીય પક્ષી મોર, 25 થી વુઘ કબુતરો, 1 કુંજ, 1 સમડી, 1 બગલા સહિતના પક્ષીઓની સારવાર કરાઇ હતી. અને સારવાર આપી પક્ષીઓને વિરમગામ પાંજરાપોળ મૂકવામા આવ્યાં હતાં. ઘાયલ પક્ષીઓને સારવાર અપાવવા માટે પશુચિકિત્સક ડો.હર્ષદ પ્રજાપતી, પ્રવિણભાઇ શાહ, પીયૂષ ગજ્જર, વિપુલભાઇ ગાંઘી, નગીનભાઈ દલવાડી, બિરજુ ગુપ્તા, કિરણ સોલંકી, દશરથ ઠાકોર, રશ્મિન દરજી, ઘર્મેશ શ્રીમાળી, સહિતના જીવદયા પ્રેમીઓ સારવાર આપવામાં આવી રહી છે. અને સેવા કાર્યમાં જહેમત ઉઠાવી હતી.