NILKANTH VASUKIYA – VIRAMGAM
– વ્યસન શરીરના એક એક અંગને ખતમ કરી નાખે છે
વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય વિરમગામ દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત વિરમગામ શહેરમાં વિશાળ રેલી કાઢવામાં આવી હતી. વ્યાયામ શાળા ખાતે રમાદીદીએ લીલી ઝંડી બતાવીને વ્યસન મુક્તિ રેલીનો શુભારંભ કરાવ્યો હતો. વ્યસન મુક્તિ રેલીને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ, ઇન્ડીયન પબ્લીક સ્કુલ, આનંદ વિદ્યામંદિર, પ્રગતિ ક્લાસીસ તથા યુવાનોની ટીમના હિરેન પાઠક, ફેનિલ ચૌહાણ, હર્ષ પટેલ, તિર્થ પટેલ સહિત અનેક લોકોએ જહેમત ઉઠાવી હતી. વ્યસન મુક્તિ રેલી દરમ્યાન તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામની ટીમ દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અંગે માહીતી આપતી પત્રીકાઓનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયના રમાદીદીએ જણાવ્યુ હતુ કે, યુવા જાગે તો જગ જાગે. યુવાનની માનસિક, શારિરીક શક્તિ ખુબ જ શક્તિશાળી છે. ભારત દેશમાં અનેક લોકો વ્યસનના કારણે મૃત્યુ પામે છે. વ્યસન શરીરના એક એક અંગને ખતમ કરી નાખે છે. વ્યસનના સેવનથી આપણે જ રોગને નિમંત્રણ આપીએ છીએ. યુવાનો સહિત સૌ વ્યસન મુક્ત થાવો.
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયના ધર્મિષ્ઠા દીદીએ જણાવ્યુ હતુ કે, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત વિરમગામ શહેરમાં વિશાળ વ્યસન મુક્તિ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મારૂ ભારત વ્યસન મુક્ત સાથે સાથે મારૂ વિરમગામ વ્યસન મુક્ત વિરમગામ બને તે માટે વિરમગામ થી વ્યસન મુક્તિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વ્યસનના કારણે ઘણા લોકોના જીવન બરબાદ થઇ રહ્યા છે, અનેક મહિલાઓ વિધવા બની છે, યુવાનોનુ કેરીયર બરબાદ થઇ રહ્યુ છે. વ્યસન મુક્તિ રેલીએ તો શરૂઆત છે અને જનજન સુધી વ્યસન મુક્તિનો સંદેશ પહોચાડવામાં આવશે.