Saturday, December 28, 2024
Google search engine
HomeViramgam - વિરમગામવિરમગામમાં મમતા દિવસે સગર્ભા બહેનોને જી.ડી.એમ. અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ

વિરમગામમાં મમતા દિવસે સગર્ભા બહેનોને જી.ડી.એમ. અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ

Nilkanth Vasukiya

logo-newstok-272-150x53(1)

NILKANTH VASUKIYA – VIRAMGAM

– સગર્ભાવસ્થા દરમ્યાન કોઇ પણ માતાને જેસ્ટેશનલ ડાયાબીટીસ (જીડીએમ) થઇ શકે છે
– ડાયાબીટીસ એ એક બિનચેપી અને લાંબા સમયગાળાનો રોગ છે.

ગર્ભાવસ્થાની શરૂઆતમાં કે ગર્ભાવસ્થા દરમ્યાન નિદાન થયેલ ડાયાબીટીસને જેસ્ટેશનલ ડાયાબીટીસ (જીડીએમ) કહેવામાં આવે છે. વિરમગામ શહેરની ગાયત્રી મંદિર આંગણવાડી ખાતે મમતા દિવસમાં સગર્ભા બહેનોને જેસ્ટેશનલ ડાયાબીટીસ (જીડીએમ) અંગે અમદાવાદ એલ.જી.હોસ્પીટલનાં P.S.M.વિભાગના ડો.શ્રધ્ધા પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. વિરમગામ તાલુકામાં મમતા દિવસે સગર્ભા બહેનોની જીડીએમ તપાસ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસના કે.એમ.મકવાણા, ગૌરીબેન મકવાણા, નીલકંઠ વાસુકીયા, જયેશ પાવરા તથા અર્બન હેલ્થ સેન્ટર વિરમગામના ડો. મેઘા દેસાઇ, સેજલ કોટવાલ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ એલ.જી.હોસ્પીટલ P.S.M.વિભાગના ડો.શ્રધ્ધા પટેલે જણાવ્યુ હતુ કે, ડાયાબીટીસએ એક બિનચેપી અને લાંબા સમયગાળાનો રોગ છે. જ્યારે સ્વાદુપિંડ પુરતુ ઇન્સ્યુલીન પેદા કરતુ ન હોય અથવા જ્યારે શરીર અસરકારક રીતે ઇન્સ્યુલીન પેદા કરે છે. ઇન્સ્યુલીન એ એવો અંતઃસ્ત્રાવ છે કે જે લોહીમાં શર્કરાનું નિયમન કરે છે. ડાયાબીટીસની સૌથી પહેલી વખત જાણ ૬૦% કેસમાં આકસ્મિક સંજોગોમાં થાય છે. ગર્ભાવસ્થાની શરૂઆતમાં કે ગર્ભાવસ્થા દરમ્યાન નિદાન થયેલ ડાયાબીટીસને જેસ્ટેશનલ ડાયાબીટીસ (જીડીએમ) કહેવામાં આવે છે. કોઇ પણ સગર્ભા માતાને જેસ્ટેશનલ ડાયાબીટીસ (જીડીએમ) થઇ શકે છે. વિશ્વમાં ૧૦ ગર્ભાવસ્થામાંથી એક ડાયાબીટીસ સાથે સંકળાયેલ છે, જેમાંથી ૯૦% જીડીએમ હોઇ શકે છે. ભારતમાં જીડીએમનો દર ૧૦ થી ૧૪.૩% હોવાનો અંદાજ છે. મેદસ્વી, કુટુંબમાં ડાયાબીટીસ હોય, અગાઉની ગર્ભાવસ્થામાં ડાયાબીટીસ થયો હોય, ગર્ભાવસ્થામાં વધુ વજન વધે, ઉંચાઇ ઓછી હોય, પોલી સિસ્ટીક ઓવરી સિન્ડ્રોમ હોય, પ્રિ-એક્લેમ્પશિઆની તકલીફ હોય જેવા લક્ષણો ધાવતી માતાઓને જેસ્ટેશનલ ડાયાબીટીસ થવાની વધુ શક્યતાઓ રહેલી છે. જીડીએમવાળી સગર્ભા સ્ત્રીઓએ સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટરની સલાહ સરવાર લેવી જોઇએ. દર ત્રણ મહિને સોનોગ્રાફિથી ગર્ભના વિકાસ અને ગર્ભાશયમાં પાણીની તપાસ કરાવવી જોઇએ. જેસ્ટેશનલ ડાયાબીટીસ વાળી સગર્ભા માતાઓએ સરકારી દવાખાનામાં પ્રસુતિ કરાવવી જોઇએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments