PIYUSH GAJJAR – VIRAMGAM
રાજ્ય સરકારની તમામ પ્રજાલક્ષી વિકાસની જાહેરાતોનો ફુગ્ગો વિરમગામમાં આવીને ફૂટી જાય છે. વિરમગામ શહેરના માર્ગો, રહેણાક વિસ્તારો સહિત તમામ સ્થળોએ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. વિરમગામ શહેરની મધ્યમાં આવેલી કે.બી.શાહ શાળા સંકુલની બાજુમાં જ શહેરની ગંદા પાણીની ગટર વહી રહી છે. જે શાળા ની બાજું માંથી પસાર થાય છે. જે વરસાદી ગટર હોવાના લીધે વધુ ગંદકીને લીધે ખદબદી રહ્યું છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ દુગઁધને લઈને રૂમની બારીઓ ખૂલતા નથી ભૂલથી બારી ખુલ્લી રહી જાય તો સમગ્ર રૂમમાં દુગઁધ ફેલાઈ જાય છે. ગંદકી ના ગંજ થી મચ્છરો નો ત્રાસ વઘતા વિઘાર્થી ઓ માંદગી ના સપડાયા ના અનેક કેસો પણ બન્યા છે.
તેમજ ગંદકીના લીધે શિક્ષણકાર્યમાં ભારે મુશ્કેલી ઊભી થાય છે. ગંદકી અને દુર્ગંધભયૉ વાતાવરણને લઈને શાળામાં ભણતા વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જોખમાયું છે.ત્યારે વિઘાર્થી ઓના આરોગ્ય પર માઠી અસર પડી રહી છે. અગાઉ શાળા સંચાલકો દ્વારા વિરમગામ નગરપાલિકાને વારંવાર શાળા ની બાજુમાં થી પસાર થતી ગટર સાફ કરવા માટે લેખિત મૌખિક મા રજુઆત કરી હોવા છતાં કોઇ નક્કર પગલાં ન ભરાતાં વિઘાર્થી ઓનુ આરોગ્ય જોખમાયુ છે.