Wednesday, January 8, 2025
Google search engine
HomeViramgam - વિરમગામવિરમગામ કેન્દ્રમાં ઘો-10માં પ્રથમ પાંચ ક્રમાકે આનંદ માધ્યમિક શાળાના વિઘાર્થીઓએ ઝળક્યા, શાળા-પરીવારમાં...

વિરમગામ કેન્દ્રમાં ઘો-10માં પ્રથમ પાંચ ક્રમાકે આનંદ માધ્યમિક શાળાના વિઘાર્થીઓએ ઝળક્યા, શાળા-પરીવારમાં ખૂશીનો માહોલ

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ.-10ની પરીક્ષાનું સોમવારના રોજ સત્તાવાર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. કુલ પરિણામ 68.24 ટકા આવ્યું છે. ત્યારે અમદાવાદ જિલ્લામા કુલ 70.13 % જેટલું પરીણામ આવ્યું છે. વિરમગામ કેન્દ્રની વાત કરીએ તો ઘોરણ-10 નું કેન્દ્ર નું પરીણામ 55.56 % જેટલું પરીણામ આવ્યું છે. વિરમગામ શહેરમાં કે.બી.શાહ શાળાનું – 54%, એમ.જે.હાઇસ્કૂલ – 44.43%, આનંદ માધ્યમિક શાળાનું – 96%, દિવ્યજ્યોત માધ્યમિક શાળાનું –  પરીણામ આવ્યું છે. જેમા આનંદ માધ્યમિક શાળાના 5 વિઘાર્થીઓએ વિરમગામ કેન્દ્રમાં બાજી મારી છે. જેમાં પ્રથમ ક્રમાંકે દવે ઘરા બી. – 91%, બીજાં ક્રમાકે પટેલ ઘનંજય એ. – 90%, ત્રીજા ક્રમાકે મુલચંદાણી તરુણ બી. – 90%, ચોથા ક્રમાકે ડાભી કાજલ કે. – 89%, પાંચમાં ક્રમાકે પરીખ જીલ આર. – 89% એમ પાંચ વિઘાર્થીઓ વિરમગામ કેન્દ્રમા પ્રથમ પાંચ ક્રમે આવ્યાં છે.
વિરમગામ કેન્દ્રમાં ઘો-10ના તમામ પ્રથમ પાંચ વિઘાર્થીઓ એ બાજી મારી શાળા અને પરીવાર નું નામ રોશન કર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments