PIYUSH GAJJAR – VIRAMGAM
શહેરમાં સમસ્ત જૈન સમાજનુ બનેલ જૈન જાગૃતિ સેન્ટરની તાજેતરમાં સ્થાપના કરવામાં આવી હતી. આ જૈન જાગૃતિ સેન્ટર ના નવા નિમાયેલા પ્રમુખ ડો.અશ્વિન શાહ, ઉપપ્રમુખ વિનોદ શાહ, મંત્રી પીનલ ગાંઘી, ખજાનચી પ્રતિક ડગલી,એક્ટીવીટી ચેરમેન અનીલ શાહ, સહિત ની ટીમનો શપથવિઘી સમારોહ વિરમગામ શહેરમાં જૈન વાડી ખાતે રાખવામાં આવ્યો હતો. આ જૈન જાગૃતિ સેન્ટર ના હોદ્દેદારો ના શપથવિધિ સમારોહમાં મુખ્ય અતિથિ મા સંજય શાહ ચેરમેન જૈન જાગૃતિ સેન્ટર બોર્ડ મુંબઈ, વાઇસ ચેરમેન રમેશ મુરલીયા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ની સાથે સાથે હાસ્ય દરબાર, અંતાક્ષરી, સહિત ના કાર્યક્રમો યોજાયા હતા.