- વિરમગામ પત્રકાર સંઘના પ્રિન્ટ/ઇલેક્ટ્રોનીક મિડીયાના પત્રકારોએ ગૃહમંત્રીને અનુલક્ષીને નાયબ કલેક્ટર અને નાયબ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવ્યુ
- વિરમગામમના ગોળપીઠાના વેપારીઓ પત્રકારોને સહકાર આપવાના બદલે પોલીસને ઘુટણીયે પડ્યા.
વિરમગામ શહેરના હાર્દ સમાન મુખ્ય ગોળપીઠા બજાર વિસ્તારમાં તારીખઃ-૧૬/૦૧/૧૯ની સાંજે શહેરના અગ્રણી વેપારી પર બુકાની ધારી શખ્શે છરી વડે હુમલો કર્યાનો બનાવ બન્યો હતો. ગૂરુવારના રોજ પત્રકાર બનાવ સ્થળે પોલીસની હાજરીમાં કવરેજ કરવા ગયા હતા ત્યારે વિરમગામ ટાઉન પી.આઇ યુ.બી.ધાખડાએ દૈનિક પેપરના પત્રકારને કામગીરી કરતા અટકાવવાની કોશિશ કરીને (વિરમગામ) અહિયાના પત્રકારો જ દોઢ ડાહ્યા છે જેવા શબ્દો ઉચ્ચારીને ધાક ધમકી સ્વરમાં અપમાનજનક વર્તન કર્યુ હતુ. જેને વિરમગામ પત્રકાર સંઘના તમામ ઇલેક્ટ્રોનીક/પ્રિન્ટ મિડીયાના પત્રકારો સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યુ હતુ. વિરમગામ પત્રકાર સંઘના પ્રિન્ટ/ઇલેક્ટ્રોનીક મિડીયાના પત્રકારોએ ગૃહમંત્રીને અનુલક્ષીને નાયબ કલેક્ટર અને નાયબ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. વિરમગામમના ગોળપીઠાના વેપારીઓ પત્રકારોને સહકાર આપવાના બદલે પોલીસને ઘુટણીયે પડ્યા હોય તેવુ વર્તન કર્યુ હતુ.
વિરમગામના પત્રકારોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, વિરમગામ શહેરના હાર્દ સમાન મુખ્ય ગોળપીઠા બજાર વિસ્તારમાં તારીખઃ-૧૬/૦૧/૧૯ની સાંજે શહેરના અગ્રણી વેપારી પર બુકાની ધારી શખ્શે છરી વડે હુમલો કર્યાનો બનાવ ઘટ્યો હતો. જે બનાવના સમાચાર સ્થાનિક પત્રકારો ઇલેક્ટ્રોનીક/પ્રિન્ટ મિડીયા દ્વારા લેવામાં આવ્યા હતા. ગૂરુવારના રોજ પત્રકારો બનાવ સ્થળે પોલીસની હાજરીમાં કવરેજ કરવા ગયા હતા ત્યારે વિરમગામ ટાઉન પી.આઇ યુ.બી.ધાખડાએ પત્રકારને કામગીરી કરતા અટકાવવાની કોશિશ કરીને (વિરમગામ) અહિયાના પત્રકારો જ દોઢ ડાહ્યા છે જેવા શબ્દો ઉચ્ચારીને ધાક ધમકી સ્વરમાં અપમાનજનક વર્તન કર્યુ હતુ. જેને વિરમગામ પત્રકાર સંઘના તમામ ઇલેક્ટ્રોનીક/પ્રિન્ટ મિડીયાના પત્રકારો સખ્ત શબ્દોમાં વખોડી કાઢીયે છીએ અને પત્રકારો સાથે ધાક ધમકી ભર્યુ અસભ્ય વર્તન જે જવાબદાર સરકારી અમલદારને ન છાજે તેવુ વર્તન દાખવનાર પી.આઇ સામે યોગ્ય પગલા લેવા માંગ કરતા ભવિષ્યમાં પત્રકારો સાથે ફરી આવુ અપમાન જનક વર્તન કરવામાં ન આવે તેની તકેદારી રાખવામાં આવે અન્યથા ગાંધીચીન્ધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. જેની ગંભીર નોંધ લેશો.