૩૨ વર્ષથી વધુ સમય આરોગ્ય વિભાગમાં અમૂલ્ય સેવાઓ આપનાર રંજનબેન પરમારને સિધ્ધનાથ મહાદેવ મંદિર ખાતે આયોજીત વિદાય સમારંભમાં અધિકારી કર્મચારીઓએ નિવૃતિ બાદ પણ સમાજીક કાર્યોમાં પ્રવૃત રહીને સુખી, સ્વસ્થ, નિરોગી જીવન વિતાવે તેવી શુભકામનાઓ આપી
વિરમગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયાના ફિમેલ હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા રંજનબેન મહેશભાઈ પરમાર તા.૩૧/૦૭/૨૦૨૨ ને રવિવારના રોજ વય નિવૃત થનાર હોય તેઓનો વિદાય સમારંભ સિધ્ધનાથ મહાદેવ મંદિર વિરમગામ ખાતે યોજાયો હતો. ગોરૈયા ના ફિમેલ હેલ્થ સુપરવાઇઝર રંજનબેન પરમારએ ૩૨ વર્ષથી વધુ સમય આરોગ્ય વિભાગમાં ફરજ બજાવીને અનેક લોકોને આરોગ્ય વિષય માહિતી તથા માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. વિદાય સમારંભમાં તાલુકા હેલ્થ ઓફિસર, મેડીકલ ઓફિસરો, સુપરવાઇઝરો સહિત આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિરમગામ તાલુકાના ગોરૈયાના ફિમેલ હેલ્થ સુપરવાઇઝર તરીકે નિવૃત થનાર રંજનબેન પરમાર તા. ૦૭/૦૯/૧૯૯૦ ના રોજ તત્કાલીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકથલના હાંસલપુર સબ સેન્ટર ખાતે ફિમેલ હેલ્થ વર્કર તરીકે હાજર થઇને આરોગ્ય વિભાગની સેવામાં જોડાયા હતા અને લોકોને સતત આરોગ્ય શિક્ષણ સેવાઓ પુરી પાડી હતી. રંજનબેન પરમાર તા. ૧૫/૧૦/૨૦૨૧ થી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયા ખાતે ફિમેલ હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા અને તા. ૩૧/૦૭/૨૦૨૨ના રોજ વય નિવૃત થનાર છે. સતત હસતા અને મિલનસાર સ્વભાવના રંજનબેન પરમાર સતત લોક સંપર્કમાં રહી કુટુંબ કલ્યાણ ઓપરેશન, રસીકરણ, મુખ્યમંત્રી અમૃતમ તથા મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના કાર્ડ સહિત આરોગ્ય વિષયક માહિતી છેવાડાના માનવી સુધી પહોચાડવા પ્રયત્નશીલ રહેતા હતા. સિધ્ધનાથ મહાદેવ મંદિર ખાતે આયોજીત ફિમેલ હેલ્થ સુપરવાઇઝર રંજનબેન પરમારના વિદાય સમારંભમાં અધિકારી કર્મચારીઓએ તેઓને નિવૃતિ બાદ પણ સમાજીક કાર્યોમાં પ્રવૃત રહીને સુખી, સ્વસ્થ, નિરોગી જીવન વિતાવે તેવી શુભકામનાઓ આપી હતી.