NILKANTH VASUKIYA – VIRAMGAM
વિરમગામ તાલુકામાં પોલીયો અભિયાનના બીજા તબક્કા અંતર્ગત પ્રથમ દિવસે ૦ થી ૫ વર્ષના ૨૯ હજારથી વધુ બાળકોને પોલીયોના ટીપા પીવડાવીને રક્ષીત કરવામાં આવ્યા હતા. વિરમગામ તાલુકામાં વિવિધ ગામોમાં બનાવવામાં આવેલ ૧૪૮ બુથ ઉપર પોલીયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસની ટીમ બીઆઇઇસીઓ એસ.એલ.ભગોરા, તાલુકા ફિહેસુ ગૌરીબેન મકવાણા, નીલકંઠ વાસુકીયા, જયેશ પાવરા, કાન્તિભાઇ મકવાણા સહિત, વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર સહિત કુલ ૩૦ સુપરવાઇઝરો દ્વારા પોલીયો અભિયાનની કામગીરીનું સુપરવીઝન કરવામાં આવી રહ્યુ છે.
વિરમગામ તાલુકામાં ૧૪૮ પોલીયો બુથ બનાવવામાં આવ્યા.
વિરમગામ તાલુકામાં પોલીયો અભિયાન કામગીરી અંગે માહિતી આપતા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, પોલીયો અભિયાનના પ્રથમ દિવસે વિરમગામ તાલુકામાં વિવિધ ૧૪૮ બુથ ઉપર ૨૯ હજારથી વધુ બાળકોને પોલીયોની રસી આપીને પોલીયો સામે રક્ષણ આપવામા આવ્યુ છે.
તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામની ટીમ ઉપરાંત ૩૦ સુપરવાઇઝરો દ્વારા પોલીયો અભિયાનની કામગીરીનું સઘન સુપરવીઝન
તાલુકાના તમામ ગામમાં કુલ ૧૪૮ પોલીયો બુથ બનાવવામાં આવેલા છે અને ૧૧ મોબાઇલ ટીમ તથા ૯ ટ્રાન્ઝીટ ટીમ દ્વારા પોલીયો અભિયાનને વેગવંતુ બનાવવામાં આવી રહ્યુ છે. વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસની ટીમ, વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર સહિત કુલ ૩૦ સુપરવાઇઝરો દ્વારા પોલીયો અભિયાનની કામગીરીનું સુપરવીઝન કરવામાં આવી રહ્યુ છે.
પોલીયો અભિયાનના બીજા અને ત્રીજા દિવસે કુલ ૨૭૪ ટીમ દ્વારા ઘરે ઘરે ફરીને પ્રથમ દિવસે બુથ પર પોલીયો ન પીવડાવ્યો હોય તેવા ૦ થી ૫ વર્ષના બાળકોને શોધવામાં આવશે અને તેમને પીલોયો પીવડાવવામાં આવશે. પોલીયો અભિયાનના પ્રથમ તબક્કા અંતર્ગત તારીખ ૨૯/૦૧/૧૭ થી ૩૧/૦૧/૧૭ દરમ્યાન વિરમગામ તાલુકામાં ૦ થી ૫ વર્ષના ૩૪૩૮૮ બાળકોને પોલીયોના ટીપા પીવડાવીને પોલીયો સામે રક્ષીત કરાયા હતા.