Saturday, January 4, 2025
Google search engine
HomeViramgam - વિરમગામવિરમગામ તાલુકામાં અસહ્ય ગંદકીથી ખદબદતું ઘોડા ગામ, અનેકવાર રજુઆત છતા તંત્ર કુંભકર્ણની...

વિરમગામ તાલુકામાં અસહ્ય ગંદકીથી ખદબદતું ઘોડા ગામ, અનેકવાર રજુઆત છતા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં !!!

 

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

સ્વચ્છ ભારત અંતર્ગત સ્વચ્છતા અભિયાનની વાત માત્ર મોટા-મોટા શહેરો તાલુકા માત્ર ફોટા પડાવવા જોવા મળતી હોય છે. ત્યારે કોઈ ગ્રામ્ય વિસ્તારોમાં નજર કરીએ તો સ્વચ્છતા ની વાત પોકળ સાબીત થાય છે. જી હા, આપણે વાત કરી રહ્યા છે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાનાં નળકાંઠાના ઘોડા ગામની. આ ગામ ચોમેર અસહ્ય ગંદકીથી ખદબદી રહ્યું છે. ગામમાં પ્રવેશતા જ ઠેરઠેર ગંદકી અને દૂષિત પાણી સમગ્ર ગામમા ફરી વળ્યા છે. તેમજ વર્ષોથી ગામમાં પીવાના પાણીની લાઇન તેમજ ભૂગર્ભ ગટરલાઇન લીકેજથી પારાવાર ગંદકી ફેલાયેલી છે. આ બાબતે ગામના આગેવાનોએ વિરમગામ તાલુકાતંત્ર અને સત્તાઘીશોને અનેકવાર લેખીત અને મૌખિકમા રજુઆત કરી હોવા છતાં આજદિન સુઘી કોઈ નક્કર પગલાં ભરાયાં નથી. તેમજ ગ્રામપંચાયત દ્વારા પણ રજુઆતને અવારનવાર આંખઆડા કાન કરી નાખતાં સમગ્ર ગામમા હાલ દૂષિત પાણી તેમજ ગંદકીના ઢગ અને કાદવકિચડનુ સામ્રાજય ફેલાઇ ગયું છે. આ બાબતે જો યોગ્ય પગલાં ન ભરાય તો અરજદાર તેમજ સમગ્ર ગ્રામજનો દ્વારા ગાંઘી ચિંઘ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments