NILKANTH VASUKIYA – VIRAMGAM
વિરમગામ તાલુકામાં પોલીયો અભિયાન અંતર્ગત પ્રથમ દિવસે ૦ થી ૫ વર્ષના ૨૯ હજારથી વધુ બાળકોને પોલીયોના ટીપા પીવડાવીને રક્ષીત કરાયા છે. વિરમગામ તાલુકામાં વિવિધ ગામોમાં બનાવવામાં આવેલ ૧૪૮ બુથ ઉપર પોલીયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. અર્બન હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે આયોજીત ઉદ્ઘાટન કાર્યક્રમમાં નગરપાલીકાના ઉપ પ્રમુખ નવદિપ ડોડીયા, ડિસ્ટ્રીક્ટ લેપ્રસી ઓફિસર ડો.ગીતાજલીબેન, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, ડો.હર્ષા સાહુ,એસ.એલ.ભગોરા, ગૌરીબેન મકવાણા સહિત આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા. વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસની ટીમ,વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર સહિત કુલ ૩૦ સુપરવાઇઝરો દ્વારા પોલીયો અભિયાનની કામગીરીનું સુપરવીઝન કરવામાં આવી રહ્યુ છે.
તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, દેશમાં પોલીયોનો એક પણ કેસ ન થાય તે હેતુંથી પોલીયો અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. વિરમગામ શહેર અને તાલુકાના ૬૭ ગામમાં રહેલા ૦ થી ૫ વર્ષના કુલ ૩૩૭૭૨ બાળકોને પોલીયોના ટીપા પીવડાવીને પોલીયોના રોગ સામે રક્ષણ આપવામાં આવશે. પોલીયો અભિયાનના પ્રથમ દિવસે વિરમગામ તાલુકામાં વિવિધ ૧૪૮ બુથ ઉપર ૨૯ હજારથી વધુ બાળકોને પોલીયોની રસી આપીને પોલીયો સામે રક્ષણ આપવામા આવ્યુ છે. તાલુકાના તમામ ગામમાં કુલ ૧૪૮ પોલીયો બુથ બનાવવામાં આવેલા છે અને ૧૧ મોબાઇલ ટીમ તથા ૯ ટ્રાન્ઝીટ ટીમ દ્વારા પોલીયો અભિયાનને વેગવંતુ બનાવવામાં આવી રહ્યુ છે. વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસની ટીમ, વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર સહિત કુલ ૩૦ સુપરવાઇઝરો દ્વારા પોલીયો અભિયાનની કામગીરીનું સુપરવીઝન કરવામાં આવી રહ્યુ છે. પોલીયો અભિયાનના બીજા અને ત્રીજા દિવસે કુલ ૨૭૪ ટીમ દ્વારા ઘરે ઘરે ફરીને પ્રથમ દિવસે બુથ પર પોલીયો ન પીવડાવ્યો હોય તેવા ૦ થી ૫ વર્ષના બાળકોને શોધવામાં આવશે અને તેમને પોલીયો પીવડાવવામાં આવશે.