PIYUSH GAJJAR – VIRAMGAM
આજરોજ વિરમગામ તાલુકા પંચાયતની 15-થોરીથાંભા બેઠકની પેટાચૂંટણીની મતગણતરી હાથ ઘરાઇ હતી જેમાં ભાજપના છનાભાઇ હીરજીભાઇ કો.પટેલ 87 મતે વિજયી થયાં છે. વિરમગામ તાલુકા પંચાયતની અગાઉ બે વખત તાલુકા સદસ્યના કુદરતી મોત નીપજતાં તાલુકાની 15-થોરીથાંભા બેઠકમા ખાલી પડેલ, અગાઉ પહેલી વાર કોંગ્રેસના વિજેતા ઉમેદવાર ઘારશીભાઇ ઘરમશીભાઇ કો.પટેલ જે 925 મતે વિજેતા થયાં હતાં. તેઓના કુદરતી મોત નીપજતાં તાલુકાની બેઠક ખાલી પડી હતી ત્યારે આ પેટા ચૂંટણી યોજાતા વર્ષો બાદ ભાજપે આ બેઠક પર જીત મેળવીને વાઘજીભાઈ ચેહરભાઇ કો.પટેલ તેઓ 16 મતે વિજયી થયા હતા તેઓનું પણ કુદરતી મોત નીપજતાં ફરી એકવાર આ બેઠક ખાલી પડી છે ત્યાંરે ચૂંટણીપંચ આજે 11 જુનના રોજ પેટાચૂંટણી હાથ ઘરાઇ છે. જેના માટે થોરીથાંભા ગામના ઉમેદવાર ભાજપના ઉમદવાર કો.પટેલ છનાભાઇ હીરજીભાઇએ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારબાદ આજ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર કો.પટેલ ભાઈલાલભાઈ શંકરભાઈ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે આજરોજ વિરામગામ તાલુકા સેવા સદન ખાતે આ પેટાચૂંટણીની મતગણતરી હાથ ઘરાઇ હતી. જેમાં ભાજપ છનાભાઇ હીરજીભાઇ કો.પટેલ 87 મતે વિજયી થયા છે. વર્ષો બાદ આ બેઠક પર ફરી વાર ભાજપનૉ ભગવો લહેરાયો. ઉલ્લેખનીય છે કે વિરમગામ તાલુકા પંચાયત પર અગાઉ ભાજપનો સત્તાધારી શાસન પર હતો.ત્યારે ભાજપ છનાભાઇ હીરજીભાઇ કો.પટેલ 87 મતે વિજયી થતા ફરી થી ભાજપે વિરમગામ તાલુકા પોતાની સત્તા ટકાઇ રાખી છે.