PIYUSH GAJJAR – VIRAMGAM
ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લા સંકલન સમિતિએ પરામર્શ કરી વિરમગામ તાલુકા મંડળ તથા અમદાવાદ જિલ્લા સમિતિ પરામર્શથી વિરમગામ તાલુકાના બક્ષીપંચ તથા અનુસુચિત મોર્ચાના હોદ્દેદારોની નીમણૂંક કરાઇ હતી. જેમાં વિરમગામ તાલુકાના બક્ષીપંચ મોર્ચાના પ્રમુખ તરીકે વિક્રમભાઈ સગર, સુરેશભાઇ, ખોડાભાઇ કો.પટેલ, પ્રવિણ ઠાકોર, કૌશિક પ્રજાપતિ, ભોપા ભરવાડ તેમજ મહામંત્રી તરીકે ભરતભાઈ કો.પટેલ, મંત્રી તરીકે ભાયચંદ કો.પટેલ, નારણ રથવી, ઘનશ્યામ કો.પટેલ, પ્રભુઠાકોર, ભુદર ઠાકોરની નીમણૂંક કરાઇ હતી.
જ્યારે વિરમગામ તાલુકા અનુસુચિત મોર્ચાના પ્રમુખ તરીકે નગીનભાઇ મકવાણા, ઉપપ્રમુખ તરીકે રામાભાઇ ચાવડા, કાલુભાઇ મકવાણા, વેલાભાઈ સેનવા, ભગવાન પરમાર, મણાભાઇ મકવાણા તેમજ મહામંત્રી તરીકે અશ્વિનભાઇ પરમાર તેમજ મંત્રી તરીકે ભાઇલાલ સોલંકી, પ્રવિણ પરમાર, સેવા સેનવા, ગોવિંદ સેનવા, દેવજી વાઘેલાની નીમણૂંક કરાઇ હતી. આ બેઠકમા તાલુકા ભાજપના અમદાવાદ જિલ્લાના અનુસુચિત મોર્ચાના મહામંત્રી મહેશભાઈ પરમાર, કમરૂદિનભાઇ, કીરીટભાઈ, પુષ્કરરાય સાઘુ, મનજીભાઈ, દિપક ડોડીયા સહિત ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.