- જીનાલયોનુ શુદ્ધિકરણ, અઢાર અભિષેક, ધ્વજારોહણ સહિતના ભક્તિસભર કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું.
ધોળકા કલીકુંડ તીર્થોદ્ધારક આચાર્ય રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ અને શુભ પ્રેરણાથી આચાર્ય રાજશેખર સૂરીશ્વરજી મહારાજ સાહેબના અંતરના આશીર્વાદ અને વર્ધમાન તેવા સંસ્કાર ધામના જીવ દયા પ્રેમી શાસનરત્નો કુમારપાળ વી શાહ અને કલ્પેશ શાહની પ્રેરણાથી વિશ્વમાં વિખ્યાત સમેતશિખરજી જૈન તીર્થધામ ખાતે આવેલા 24 જીનાલયોનુ વિરમગામ, ધોળકા સહિત અમદાવાદ તથા સુરેન્દ્રનગર જીલ્લાના 70 યુવાનો દ્વારા શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. સમેતશિખરજી જૈન તીર્થધામ પર મુળનાયક કલીકુંડ પાર્શ્વનાથ ભગવાન આદિ ચોવીસ તીર્થંકરના ભવ્યાતિભવ્ય સંગેમરમર બનેલા 24 જીનાલયોની નવમી સાલગીરાહ નિમિત્તે જીનાલયોનુ શુદ્ધિકરણ, અઢાર અભિષેક, ધ્વજારોહણ સહિતના ભક્તિસભર કાર્યક્રમોનુ 14 થી 18 નવેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમા વિરમગામ, ધોળકા, સુરેન્દ્રનગર સહિત વિવિધ સ્થાનો પરથી 70 યુવાનો 14 થી 18 એમ પાંચ દિવસ જોડાયા અને પુજા, અર્ચના, શુદ્ધિકરણ, અઢાર અભિષેક, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમોમા સહભાગી બન્યા હતા. આ ધાર્મિક કાર્યક્રમમાં વિરમગામના વીરચંદ ગાંધી, ચંપકલાલ, પિનલ ગાંધી, જીગ્નેશ સોમાણી સહિત 70 યુવાનો તન મન અને ધનથી જોડાયા હતા.