અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના મુખ્ય મથક વિરમગામ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને કાઉન્સિલર દીપાબેન મિલનભાઈ ઠક્કર ના પુત્ર વિશ્વ ના જન્મદિવસ નિમિત્તે સ્લમ વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ 150 લોકોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ બાળકોને બિસ્કીટના પેકેટ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કામિનીબેન મુનસરા, ઉપપ્રમુખ રઘુભાઈ અલગોતર, વિરમગામ શહેર ભાજપ પ્રમુખ દેવાભાઈ ઠાકોર સહિત નગરપાલિકાના કાઉન્સિલરો, શહેર ભાજપના હોદ્દેદારો, મહિલા સભ્યો, કાર્યકરો સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
વિરમગામ નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ દીપાબેન ઠક્કરે પુત્રનાં જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કર્યા
RELATED ARTICLES