વિરમગામ નજીક કડી તાલુકાના કલ્યાણપુરા ગામે ટમેટાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડુતોએ ટામેટાને રસ્તા પર ફેંકી વિરોઘ દર્શાવ્યો. કડી – કલ્યાણપુરા માર્ગ પર ખેડુતો દ્વારા ચક્કાજામ કરાયો

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)Piyush Gajjar – Viramgam –

 

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાનાં કલ્યાણપુરા તેમજ નગાસર, હરીપુરા સહીત કડી તાલુકાના પંથકના ગામોમાં દર વર્ષે ટામેટાનુ વ્યાપક ઉત્પાદન થાય છે. આ વર્ષે સમગ્ર ગુજરાત ભરમાં ટામેટાનું વ્યાપક ઉત્પાદન થયું છે ત્યારે તેની સામે ખેડુતો ને ટામેટાની મજુરી, ખર્ચ જેટલો પણ ભાવ ન મળતા ખેડુતોમાં રોષ વ્યાપ્યો છે. ગત વર્ષે 20 કિલો ટામેટાનો ભાવ 150 થી 400 જેટલો મળતો હતો. તેની સામે આ વર્ષે 20 કિલો ના 20 રૂપિયા માંડ મળે છે. ટામેટાની ખેતીની મજૂરી જેટલો પણ ખેડુતોનો ખર્ચ નથી નીકળતો ત્યારે કલ્યાણપુરામાં વેપારી માર્કેટમાં ટામેટા વેચવા આવેલા 100 થી વઘુ ટ્રેક્ટરોની કતાર લાગી છે. અને ખેડુતોને પોતાના ટામેટા વેચવા આવ્યા છે. ત્યારે વેપારીઓ એવું જણાવી રહ્યા છે કે આ વર્ષે ટામેટાની ખાસ નિકાસ ન હોવાને કારણે ટામેટાનો ભાવ મળતો નથી ત્યારે ખેડુતોએ માર્કેટ બહાર જ કડી – કલ્યાણપુરા માર્ગ પર ચક્કાજામ કરી ટામેટાને રસ્તા પર ફેંકીને વિરોઘ દર્શાવ્યો છે. અને સરકાર પાસે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.