PIYUSH GAJJAR – VIRAMGAM
રૂદાતલા ગણેશજીની સામે મુશક મહારાજ બેસાડ્યા છે. જે ગણપતી દાદાનું વાહન ઉંદર ગણાય છે જે લોકો આ ઉંદરના કાનમાં કોઇપણ અરજ કરે તેની મનોકામના પરીપુર્ણ થાય છે. આ રૂદાતલ ગણેશજીના મંદિરે ગુજરાત સહીત દુરદેશાવર થી લોકો આવે છે, અને શ્રધ્ધા અને ભક્તિથી લોકોની મનોકામના પુર્ણ થાય છે.
આશરે 1200 વર્ષ જુનો છે. અતિપ્રાચિન મંદિરનો ભવ્ય ઇતિહાસ વર્ષો પહેલા રૂદ્રસ્થળ નામે ઓળખાતું નગર હાલમાં રૂદાતલ ગામના નામે ઓળખાય છે. લોક વાયકા મુજબ આશરે 1200 વર્ષ પહેલા આ મંદિરની સ્થાપના થઇ હોવાનું મનાય છે. પાટણ ના રાજા સિઘ્ઘરાજ જયસિંહ ના સમય માં એવું મનાય છેકે અહિં ગામમાં રૂદ્રેશ્ર્વર મહાદેવ, માં શક્તિમાં અને ગામની બહાર જંબુસર તળાવ તરીકે ઓળખાતું તળાવની પુર્વ કિનારે ગામની બહાર ગણેશજીનું ભવ્ય મંદિર બનાવેલા હતા. જેમાં સમય જતા આ મંદિર જમીનદોસ્ત થઇ જવાથી આ મંદિરના કોઇ અવશેષ જોવા મળતા ન હતા. ત્યારે જે તે વખતે આ હાલમા આ મંદિર અને ગામનો રસ્તો ગાડામાર્ગ ગણવામાં આવતો હતો અને વર્ષો પહેલા બાજુમાં આવેલા સીતાપુર ગામના પટેલ પરીવારો અહિંથી નીકળતા હતા. તેવામાં આ વર્ષો પહેલા જ્યાં ગણેશજીનું મંદિર હતું તે જગ્યા એ એક પત્થર દેખાતાં તેમણે થયું કે આ પત્થર કાંઇક કામમાં આવશે તેવું સમજી ને આ પત્થર સમજીને ગાડા મા લઇ ને જતાં હતા. ત્યારે રૂદાતલ ગામની બહાર નિકળતા હાલમાં જે મંદિરની જગ્યા છે ત્યાં ગાડામાં પૈડા થંભી ગયા હતા. ધણા પ્રયત્ન કર્યા બાદ ગાડું આગળ ઘપતું ન હતું અને પરીવાર ને એમ થયું કે આ પત્થર મા કાંઇક છે ત્યારે તેમણે સંકેત મળતા આ બળદોને ગાડા સાથે છોડી દેતા બળદ સાથે ગાડું રૂદાતલ ગામ તરફ ફરી ગયું ત્યારે એમ લાગ્યું કે આ કોઇ દેવગતી લાગે છે. ત્યારે જ ગાડું ઉંચું થયું અને ત્યાંજ આ પત્થર સમા મુર્તિ નીચે પડી જતા પત્થર નો આકાર ગણપતિ જેવો દેખાતાં ગાડા ચાલકો એ ગામો લોકોને બોલાવી ને આ વાત કરતાં સમગ્ર ગામલોકોએ જ્યાં ગાડામાંથી પડેલ ગણપતિ ની મૂર્તિ સમા પત્થર જ્યાં પડ્યો હતો ત્યાંજ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. દંત કથા મુજબ આ અતિપ્રાચિન મંદિરનો ભવ્ય ઇતિહાસ છે. જે આશરે 1200 વર્ષ પહેલાનું માનવામાં આવે છે. સમયજતા આ નગર રુદ્રસ્થળ થી અપભ્રંશ થઇને રૂદાતલ ગામ થયું.

જે વર્ષો પહેલા મળેલી પ્રતિમામા ગણેશજીની સાથે આજુબાજું પત્નિ રિઘ્ઘિ અને સિઘ્ઘિ મા હતા જે પ્રતિમા નાની હોવાથી ઘ્યાનમાં ન આવવાથી સ્થાપિત ગણેશજીની સાથે રિઘ્ઘી-સિઘ્ઘિની પણ સ્થાપના કરવામાં આવી છે..
આ રૂદાતલા ગણેશ મંદિરે દરવર્ષે વૈશાખ સુદ 4 ના દિવસે રૂદાતલા ગણેશ નો ભવ્ય મેળો ભરાય છે.અને બળદગાડા મા માંડવી નીકળે છે..તેમજ ભાદરવા સુદ 4 ના દિવસે (ગણપતી ચોથ) ના દિવસે અહિં ભવ્ય હવન પણ યોજાય છે. જેમા સમસ્ત ગ્રામજનો સહિત પંથકના ગામોનો મેળાવડો હોય છે..ત્યારે શંકરચોથના દિવસે રૂદાતલા ગણેશજીને માથું ટેકવા લોકો પગપાળા આવે છે…
આ મંદિરે દર્શનાર્થે આવતા ભક્તો મા એવું મનાય છે કે રૂદાતલા ગણેશજીની બાઘા રાખવાથી દાદા ભક્તોના દુખ દુર કરે છે..અને તેમજ સંતાનપ્રાપ્તિનું સુખ પણ મળે છે. અહિં એવું મનાય છેકે રૂદાતલા ગણેશજી ની સામે મુશક મહારાજ બેસાડ્યા છે.જે ગણપતી દાદાનું વાહન ઉંદર ગણાય છે જેલોકો આ ઉંદરના કાનમાં કોઇપણ અરજ કરે તેની મનોકામના પરીપુર્ણ થાય છે…આ રૂદાતલ ગણેશજી ના મંદિરે ગુજરાત સહીત દુરદેશાવર થી લોકો આવે છે.. અને શ્રધ્ધા અને ભક્તિથી લોકોની મનોકામના પુર્ણ થાય છે..