PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ શહેર-તાલુકા સહિત નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણાં દિવસોથી વરસાદી વાતાવરણ છે ત્યારે નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા વરસાદથી નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં હોવાથી નળકાંઠાના કમીજલા ગામમાં ઢીંચણસમા પાણી ભરાયાં છે. જ્યાં જુહાભાઇ સેનવા નામનાં વૃઘ્ઘનું માંદગી બાદ આજ રોજ કુદરતી મોત નિપજતાં તેમના પરીવાર દ્વારા વરસાદી પાણી વચ્ચે ગામની બહાર આવેલ સ્મશાને લઈ જવા માટે વરસાદી પાણીમાંથી કાઢવાની ફરજ પડી હતી.