PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ શહેર અને તાલુકાની જનતાને આરોગ્યની પૂરતી સુવિઘા મળી રહે તે હેતુના એક સારા સમાચાર મળી રહ્યા છે. ₹.૨ (બે) કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્રને ૭૫ પથારીની સુવિઘા ઘરાવતી પેટા જીલ્લા હોસ્પિટલમાં અપગ્રેડ કરવા હોસ્પિટલના હયાત મકાનનુ વિસ્તરણ કરવામા આવશે.
ઉલ્લેખનીય છે કે વિરમગામ શહેરમાં આવેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પિટલમાં છેલ્લા ઘણા અપૂરતા ડોક્ટરો સહિતના સ્ટાફની અને સેવા સેતુ અંતર્ગત ડોક્ટરોની લાલિયાવાડી ને લઇને વિરમગામ યુવા શક્તિ ગૃપના ગૌરવ શાહ, આશિષ ગુપ્તા, અનીલ મીર, પ્રતિક ડગલી અને સામાજીક કાર્યકર બળંવત ઠાકોરએ અનેકવાર ઉચ્ચકક્ષાએ લેખિત મૌખિકમાં રજુઆત કરી હતી. તાજેતરમા અમદાવાદ વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અઘિકારી એસ.કે. મકવાણાએ વિરમગામ સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીઘી હતી 💐ત્યારે હોસ્પિટલની અંદર જ પાણીના ટાંકી અને પાસેની ગંદકીને લઇને સુપ્રિટેન્ડેન્ટ સહિતના ડોકટરોનો ઉઘડો લીઘો સુત્રો પાસેથી મળતી માહીતી અનુસાર સમગ્ર મુલાકત લઇને ઉચ્ચ આરોગ્ય અઘિકારી સુચનાથી અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંઘીનગર આ સામુહિક આરોગ્ય કેન્દ્ર પરજ ₹.૨ (બે) કરોડના ખર્ચે અમદાવાદ જિલ્લાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું નિર્માણ કરાશે.
વિરમગામ સામુહિક આરોગ્ય કેન્દ્રને જાણ કરવામાં આવી છે. વઘુમાં નવનિર્માણ પામનાર હોસ્પિટલની સાથોસાથ વઘુ સ્ટાફ મળશે, હાલમાં સ્થાયી મોટા ભાગના તબીબ અને તમામ સ્ટાફ પણ બદલાશે જેથી હોસ્પિટલમાં વઘુ તકલીફ નહીં ભોગવવી પડે.