PIYUSH GAJJAR – VIRAMGAM
અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકામા વિરમગામ પાણી પુરવઠા જુથનું પાણી મદ્રિસણાના ૭ અને ડાંગરવા જુથના ૧૦થી વઘુ ગામોમાં પાણી ગામમાં છેલ્લા દસ દિવસથી પીવાના પાણી માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે. ગામલોકોને પીવાના પાણી દૂર-દૂર સુઘી ફટકવુ પડે છે. ત્યારે વિરમગામ પાણી પુરવઠાની બેદરકારીના લીધે દેત્રોજના મદ્રીસણા જુથના અને ડાંગરવા જુથના સૂર્વણા, કટોસણરોડ, બામરોલી, ભોયણી, ફતેપુરા, દામોદીપુરા, કાચરોલી, ગઢીંસણા, સુરજપુરા, મદ્રીસણા, ફતેપુરા સહીત ગામોના લોકોને પાણી મળતું નથી તેમજ ડાભસર અને મદ્રીસણા વચ્ચે અનેક જગ્યાઓએ પાણીની પાઇપલાઇનમાં લીકેજ
થતાં મોટા ભાગનુ પાણી ખેતરોમા ફરી વળ્યું છે. ગ્રામજનોએ જણાવ્યુ હતુ કે મદ્રિસણા અને ફતેપુરા ગામથી એક-બે કિલો મીટર દુર નર્મદાનુ પાણી લેવા જવુ પડે જેના કારણે ગ્રામજનો ને હાલાકીનો સામનો કરવો પડે છે. આ બાબતે વિરમગામ પાણી પુરવઠા કચેરીના ડેપ્યુટી એન્જીનીયર પ્રિતીબેન ચૌહાણ ને આ બાબતે પૂછતા તેમણે એમ જણાવ્યુ અને તોછડો જવાબ આપ્યો કે અમે પાણી આપીએ છીએ તહેવારોમા પાણી વઘારે જરૂર હોય તે ઉપરાંત મારે પાણી ઘરે ઘરે નથી પહોંચાડવાનુ નથી હોતું મારે તો ગામની પંચાયતનાં પુરવઠામાં પાણી આપવાનું હોય છે.