Friday, January 24, 2025
Google search engine
HomeViramgam - વિરમગામવિરમગામ, માંડલ, દેત્રોજ સહિત જિલ્લાભરમાં 72 મા સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી

વિરમગામ, માંડલ, દેત્રોજ સહિત જિલ્લાભરમાં 72 મા સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી

 

 

  • વિરમગામ તાલુકા કક્ષાનો ઘ્વજવંદનનો કાર્યક્રમ સચાણા ગામે યોજાયો.
  • વિરમગામના ઘારાસભ્ય લાખાભાઇ ભરવાડે હાંસલપુર ખાતે ઘ્વજવંદન કર્યુ.
  • દેત્રોજ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઇ.
  • રાજ્યના કૃષિ મંત્રી અને અમદાવાદ જિલ્લાના પ્રભારી આર.સી.ફળદુ એ રાષ્ટ્રધ્વજ ને સલામી આપી.

અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકા મથકમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વ 15મી ઓગસ્ટની ઉજવણી કરાઇ હતી. ભારતના 72 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સમગ્ર ભારતની સાથે અમદાવાદ જિલ્લા કક્ષાનો પર્વ દેત્રોજના શેઠ.એલ.વી & કે.વી ભાવસાર વિઘા મંદિર, રેલવે સ્ટેશન સામે જ્યા રાજ્યના કૃષિ મંત્રી અને અમદાવાદ જિલ્લાના પ્રભારી આર.સી.ફળદૂ એ ત્રિરંગો લહેરાવી રાષ્ટ્રઘ્વજને સલામી આપી હતી. ત્યાર બાદ પરેડ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ઉપરાંત માંડલના તાલુકા કક્ષાની ઉકરડી ગામ ઉજવણી વિરમગામના સચાણા ગામ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
વિરમગામના ઘારાસભ્ય લાખાભાઇ ભરવાડે હાંસલપુર પ્રાથમિક શાળામાં ઘ્વજવંદન કરાયું હતું. વિરમગામ તાલુકા કક્ષાનો ઘ્વજવંદન કાર્યક્રમ સચાણા ગામ ખાતે યોજાયો હતો.
વિરમગામ શહેરમાં આનંદ પ્રાથમિક શાળાના વિઘાર્થીઓ દ્વારા ત્રિરંગા યાત્રા યોજી હતી. વિરમગામ નગરપાલિકા ખાતે પ્રમુખ રેખાબેન પંડ્યા એ ઘ્વજારોહણ કરી સલામી આપી હતી. વિરમગામની G.I.D.C. માં પહેલી વખત ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો. 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની દેશભરમાં ભવ્ય ઊજવણી કરવામાં આવી ત્યારે વિરમગામ G.I.D.C. માં પહેલી વાર ધ્વજવંદનના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું . વિરમગામ ની હાંસલપુર G.I.D.C. ખાતે, ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન અને વેપારીઓ દ્વારા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, બધા જ વેપારી મિત્રો સાથે મળીને સુંદર આયોજન દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી અને કોમી એખલાસનું વાતાવરણ સર્જાયું હતૂ. વિરમગામ G.I.D.C.ના પ્રમુખ મનસુખભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં, આજના પવિત્ર દિવસથી, “પ્લાસ્ટિક ના વપરાશ પર પ્રતિબંધ” પર ભાર મૂક્યો હતો.
વિરમગામ શહેરના પાનચકલા વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ બિરાદરો એ ઘ્વજવંદન કર્યું હતું. વિરમગામ શહેરમાં સામાજીક સંસ્થાઓ અને વિવિઘ શાળામા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
વિરમગામ લાયન્સ ક્લબ દ્વારા લાયન્સ ઓફિસે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આસલ જેમાં મોટી સંખ્યામાં લાયન મેમ્બરો હાજર રહ્યા હતા ત્યારબાદ લાયન્સ ચિલ્ડ્રન પાર્કમાં વૃક્ષારોપણ નો કાર્યકમ રાખવામાં આવેલ જેમાં આશરે 200 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. જેમાં હિન્દુસ્તાન ગામ એન્ડ કેમિકલ કંપની દ્વારા વૃક્ષો અને ટ્રીગાર્ડ આપવામાં આવ્યા હતા. ત્યારે માંડલના 15 ઓગસ્ટ ૭૨ માં સ્વતંત્રતા પર્વની ઉકરડી પ્રાથમિક શાળા ખાતે માંડલ તાલુકા કક્ષાની ઊજવણી કરવામાં આવી. આ પર્વમાં મહેમાન તરીકે G.S.ગોસ્વામી, માંડલ મામલતદાર
D.N.પરમાર, TDO ચાંપાનેરી સાહેબ, માંડલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર નિનામાં સાહેબ, ICDC માંડલ-આયેશબેન, ફોરેસ્ટ અધિકારી બારોટ સાહેબ, ઉકરડી તલાટી ચેતનભાઈ, તલાટી-વિઠલાપુર, તલાટી માંડલ, BRC & CRC ગણ માંડલ, માંડલ તાલુકા પ્રમુખ રમુજી ઠાકોર, માંડલ કારોબારી અધ્યક્ષ ડી.કે. ઠાકોર તથા ગ્રામજનો અને વડીલોએ હાજરી આપી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments