

PIYUSH GAJJAR – VIRAMGAM
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના મુખ્ય મથક વિરમગામ શહેરના જીવદયા પ્રેમીઓએ ઘાયલ થયેલ મોરને સારવાર આપી બચાવી લીધો વિરમગામના હાંસલપુર ગામ પાસે ઘાયલ થયેલ રાષ્ટ્રીય પક્ષી મોરને જીવદયા પ્રેમી પ્રવિણભાઈ શાહ તેમજ નગીનભાઈ દલવાડી તેમજ પશુ ડોક્ટર ડી. આર. પ્રજાપતીની ટીમે સારવાર આપી હતી. સારવાર કર્યા બાદ તેને વન વિભાગના હવાલે કરીને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.