PIYUSH GAJJAR VIRAMGAM
અહીં કોઇ સ્પેશિયલ ડો. નથી :- ડો.હીરલ ચૌહાણ , હાજર ડોક્ટર.
વિરમગામ શહેર તાલુકાની એક માત્ર સરકારી રેફરલ ગાંધી હોસ્પિટલ મા અપૂરતાં ડોક્ટરોના સ્ટાફ અને અપૂરતી સુવિઘા ને રોજબરોજ દર્દીઓ ને ભારઃ હાલાકી ભોગવવી પડે છે
વિરમગામ શહેર એ સૌરાષ્ટ્ર નું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે ત્યાંરે વિરમગામ તાલુકા એ 67 ગામડાં ઓ ઘરાવતો અમદાવાદ જિલ્લાનો મહત્વનો તાલુકો ગણવામાં આવે છે પરંતુ વર્ષોથી વિરમગામ શહેરમાં
સરકારી હોસ્પિટલ માં કોઇ પૂરતો સ્ટાફ અને ડોક્ટરો ની અછત ને લીઘે દર્દીઓ ને ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
આજરોજ એક ટીબી ના દર્દી હાલત ગંભીર હોઇ દર્દીને લઇને સંબધીઓ
વિરમગામ સરકારી હોસ્પિટલમાં લાવ્યાં હતાં ત્યારે પ્રાથમિક સારવાર આપ્યાં બાદ હાજર ડોક્ટર સારવાર આપવાની ન પાડી દીઘી હતી અને અહીં કોઇ સ્પેશિયલ ડોક્ટર નથી એમ કહી ને અહીં સારવાર નહીં થાય તેમ કહી દીધું અને દર્દીના સગાને કહ્યું કે
વઘુ સારવાર માટે દર્દી ને અમદાવાદ લઇ જાવ.