PIYUSH GAJJAR – VIRAMGAM
ભારતના પ્રધાનમંત્રીના ડીજીટલ ઇન્ડિયાના ઉપક્રમે લોકોને જાગૃતી માટે ડીઝીટલ પેમેન્ટ, કેશલેસ પેમેન્ટ તથા P.O.S. મશીન, મોબાઈલ બેન્કિંગ, Paytmની જાણકારી વગેરે ચર્ચાઓ માટે આજરોજ સરકારી પુસ્તકાલય, વિરમગામ ખાતે કેન્દ્રીય ગુજરાત યુનિવર્સિટી ગાંઘીનગરના અઘ્યાપિકા ભક્તિ ગાલાની ઉપસ્થિતમા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોને ડીજીટલ ઇન્ડિયા તેમજ મોબાઇલ બેન્કિંગ, કેસલેશ વ્યવહાર સહિતની ચર્ચાઓ કરાઈ હતી. આ કાર્યક્રમમાં ગામના જાગૃત નાગરિક સહિત પુસ્તકાલયના વાંચકો ઉપસ્થિત રહ્યા હતા.