PIYUSH GAJJAR – VIRAMGAM
21 જુન યોગ દિવસની ભવ્ય ઉજવણી અને વર્લ્ડ રેકોર્ડની સ્થાપના કરવાના ઉદ્દેશ્ય સાથે યોગગુરુ બાબા રામદેવના સાનિધ્યમાં GMDC ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિરનું આયોજન કરાયું કરાયું હતું. ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના જિલ્લા અને તાલુકા કક્ષાએ યોગ દિવસ ઉજવણી કરવામાં આવી છે. ત્યારે વિરમગામ શહેરમાં તાલુકા કક્ષાના યોગ દિવસનો કાર્યક્રમ વિરમગામ – માંડલ રોડ પર આવેલાં બાગબાન પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં નાયબ મામલતદાર પરમાર, પૂર્વ ઘારાસભ્ય પ્રાગજીભાઇ પટેલ, સહિત રાજકીય નેતાઓ, કાઉન્સિલરો, વિઘાર્થીઓ, વડીલો, પ્રબુદ્ધ નાગરીકો ની ઉપસ્થિતમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વિરમગામ શહેરનવિ વિધ શાળા – કોલેજમાં પણ યોગ દિવસ યોજાયો હતો. વિરમગામ-માંડલ રોડ પર આવેલ ત્રિપદા ગુરુકુલમ ખાતે યોગ દિવસનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જેમા મોટી સંખ્યામાં વિઘાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.