PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ ટાઉન પોલીસે હાર્દિક પટેલ ના પૂતળા નું દહન કરતા છોટે હાર્દિક સહીત 3 પાટીદાર યુવાનની અટકાયત કરી.
પાટીદાર અનામત આંદોલન સમિતિ ના કન્વિનર હાર્દિક પટેલ ના માદરે વતન વિરમગામ માં હાર્દિક પટેલ ની સાથે ઉછરેલ અને હાર્દિક ની સાથે રહેનાર હાલમાં છોટા હાર્દિક તરીકે પોતાની ઓળખ ઉભી કરનાર હાલ પાસ કન્વિનર સામે પડનાર છોટે
હાર્દિક પટેલે તેમજ પાટીદાર સમાજ ના યુવાનો એ વિરમગામ શહેર માં ગોલવાડી દરવાજા બહાર સરદાર પટેલ ની પ્રતિમા પાસે પાસ કન્વિનર હાર્દિક પટેલ ના પૂતળા નું દહન કર્યું હતું.
પાસ કન્વિનર હાર્દિક પટેલ ના વિરોઘ સાથે છોટે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે પાસ કન્વિનર હાર્દિક પટેલ 14 પાટીદાર સમાજ નો હીટરલ તેમજ GMDC અને શહિદ થયેલા 14 પરીવાર નો હીટરલ હોય તો માત્ર ને માત્ર હાર્દિક પટેલ છે…
સમાજ ને અનામત ના નામે છે અને રાજકીય હાથો બની ને સમાજ ને ગુમરાહ કરી રહ્યો છે. તેમ જણાવ્યું હતું.અને હાર્દિક ને ચીમકી આપી હતી. કે તાકાત હોય વિરમગામ શહેરમાં સભા કરી બતાવ તેમજ સમાજ ને ખબર પડી ગઈ છે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે.એમ છોટે હાર્દિકે જણાવ્યું હતું.