PIYUSH GAJJAR – VIRAMGAM
ગત શનિવારના રોજ વિરમગામ શહેર-તાલુકાનાં પડેલા અનરાધાર વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતા. વિરમગામ ગોલવાડી દરવાજા બહાર અવાડા પાસે આવેલા તિરૂપતિ કોમ્પલેક્ષમા ઢીંચણ સમા પાણી ભરાયાં હતા, તેમજ વિરમગામ શહેરમાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા જેને લઇને આજરોજ વિરમગામ શહેરના ગોલવાડી દરવાજા બહાર તિરૂપતિ કોમ્પલેક્ષના વેપારીઓએ વિરમગામ નગરપાલિકા દ્વારા કરાતી પ્રિમોન્સુન પ્લાનમાં યોગ્ય રીતે કામ કરાય તે હેતું થી વિરમગામ મામલતદારને આવેદન પત્ર આપ્યુ હતુ. આવેદનપત્ર જણાવાયુ છે વિરમગામ શહેરમાં દર વર્ષે વિરમગામ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન પ્લાનનું કાર્ય હાથ ઘરાય છે. જે કામ યોગ્ય રીતે ન કરાતા સામાન્ય વરસાદે વિરમગામ શહેરમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય જાય છે. ત્યારે વિરમગામ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન પ્લાનનું યોગ્ય કામ થાય તે માટે વિરમગામ ગોલવાડી દરવાજા બહાર તિરૂપતિ કોમ્પલેક્ષ અને વેપારીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતુ.