Wednesday, April 9, 2025
Google search engine
HomeViramgam - વિરમગામવિરમગામ શહેરમાં શાળાના કેળવણી મંડળને ફાળવેલી બહારની જગ્યા મંદિરના મહંત દ્વારા પચાવવાના...

વિરમગામ શહેરમાં શાળાના કેળવણી મંડળને ફાળવેલી બહારની જગ્યા મંદિરના મહંત દ્વારા પચાવવાના કારસા સામે કેળવણી મંડળે ચીફ ઓફિસર સહિત ઉચ્ચકક્ષાએ લેખીતમા રજુઆત કરી

piyush-gajjar-viramgam
logo-newstok-272-150x53(1)
PIYUSH GAJJAR – VIRAMGAM
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના મુખ્ય મથક વિરમગામ શહેરમાં જાણિતી શૈક્ષણિક સંસ્થા શ્રી કે.બી.શાહ શાળાની બહારની જગ્યા વિરમગામ નગરપાલિકાએ વર્ષ 2008 માં ઠરાવ નં – 7 થી વિરમગામ શહેરમાં કે.બી શાહ વિનય મંદિર તેમજ કેળવણી મંડળને પર્યાવરણ હેતુસર બગીચો બનાવવા માટે ફાળવેલ હતી. ત્યારબાદ શહેરના રામમહેલ મંદિરના મહંત શ્રી રામકુમાર દાસજી દ્વારા તેમના મંદિરની જાહેરાતનું બોર્ડ કેળવણી મંડળને ફાળવેલ જગ્યાએ મૂકી દેવાયું હતું જે સમય મર્યાદિત સુઘી મૂકવા માટે કેળવણી મંડળ આપ્યું હતું. જે હોર્ડિંગ્સ વજનદાર અને ભારે હોવાથી નીચે લોખંડ સડી જતા જો કોઈ અકસ્માતમાં સર્જાય તો શાળાના વિઘાર્થીઓને નૂકશાન થાય તેથી 2014માં કેળવણી મંડળના મંત્રીએ વિરમગામ શહેરના રામમહેલ મંદિરના મહંતશ્રીને નોટીસ આપીને જણાવાયું હતું કે તમારું જાહેરાતનું બોર્ડ 1 મહિનામા ઉતારી લેવું, વિઘાર્થીઓને નુકશાન થાય છે તેમ છે. તેમ છતાં આ હોર્ડિંગ્સ (બોર્ડ) હટાવવામાં આવેલ ન હતું. ત્યારે હાલ બિસ્માર હાલતમાં રહેલ હોર્ડિંગ્સ તાજેતરમાં કેળવણી મંડળ દ્વારા ઉતારી લેવાયુ છે. ત્યારબાદ ગત તા 22 મે ના રોજ મહંત શ્રી વિરમગામ નગરપાલિકાના કર્મચારીઓ તથા અઘિકારીઓની સાંઠગાંઠ દ્વારા  કેળવણી મંડળ જણાવ્યું હતું કે અમો આ જગ્યા પર નગરપાલિકાના પ્રમુખ – ઉપપ્રમુખના આદેશથી આવ્યાં છીએ અને આ જગ્યા અમો પરત લઇએ છીએ ત્યારે પોતાના હક અને જગ્યા માટે વિરમગામ કે.બી.શાહ શાળાના કેળવણી મંડળના પ્રમુખ જી.યુ.પરીખ અને મંત્રી ભાવિક પટેલ દ્વારા વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, વિરમગામ નાયબ કલેક્ટર તથા અમદાવાદ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજુઆત કરાઇ છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments