PIYUSH GAJJAR – VIRAMGAM
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના મુખ્ય મથક વિરમગામ શહેરમાં જાણિતી શૈક્ષણિક સંસ્થા શ્રી વિરમગામ કોલેજ કેળવણી સંચાલિત દેસાઇ ચંદુલાલ મણીલાલ આર્ટસ & કોમર્સ કોલેજમાં આજ રોજ વિઘાર્થીઓનો કોલેજ પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોલેજના પ્રિન્સિપાલ પેથાણી સાહેબ, અશ્વિન આણદાની, પૂજ્ય રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી સહિત પ્રોફેસરો તેમજ નવા પ્રવેશ લીઘેલ વિઘાર્થી ઉપસ્થિત રહ્યા હતા.