PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ શહેરમાં જાણિતી કોમ્પ્યુટર સંસ્થા ITCT ના 16 મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે વાર્ષિકોત્સવ કાર્યક્રમ શૈક્ષણિક સંસ્થા ઇન્ડિયન પબ્લિક સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માં શહેર ના જાણિતા ઘારાશાસ્ત્રી એસ કે વોરા લાયન્સ ક્લબના પ્રમુખ હીરેનભાઇ જોષી તેમજ ઇન્ડિયન પબ્લિક સ્કૂલ ના ગોપાલભાઇ ભરવાડ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માં ITCT ના વિઘાર્થી ઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યા હતા.ઉપરાંત સંચાલક અર્ષદભાઇ ઘેંસિયા દ્વારા વેકેશન બેંચ મા અભ્યાસ કરતાં વિઘાર્થી ઓને ઇનામીડ્રો કરવામાં આવ્યું હતું જેમા પ્રથમ ઇનામ કોમ્પ્યુટર ,બીજા ઇનામ મોબાઇલ તેમજ અન્ય 10 થી વધુ વિવિઘ ઇનામો આપવામાં આવ્યા હતા.