PIYUSH GAJJAR VIRAMGAM
● સેવાસેતુ કાર્યક્રમ અપૂરતાં અધિકારીઓ હોવાને કારણે તેમજ વિવિધ ટેબલો પર અરજદારો ને અઘિકારી દ્વારા મળતો અસંતોષ કારક જવાબ !
● અપૂરતાં ફોર્મ ને લીધે
અરજદારો પાસે વવિઘ યોજનાલક્ષી ફોર્મ ની ઝેરોક્ષ કઢાવવા બહાર મોકલાય છે…
રાજય સરકાર દ્વારા પ્રજાકીય પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવા માટે પારદર્શિતા દ્વારા પ્રજાના વ્યકિતગત અને સામૂહિક પ્રશ્નોનો સ્થાળ પર સત્વનરે નિકાલ લાવવા માટે રાજયભરમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. આજે
વિરમગામ શહેરી વિસ્તારનો પ્રથમ તબક્કા નો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં આવક, જાતિ, ક્રિમીલેયર, ડોમીસાઈલ પ્રમાણપત્રો, રેશનકાર્ડ, આધારકાર્ડ, , મા અમૃતમ અને મા વાત્સીલ્ય,કાર્ડ, નો સ્થળ પર નિરાકરણ લાવવા કાર્યક્રમ યોજાઇ રહ્યો છે.ત્યારે અ કાર્યક્રમ માં
અપૂરતાં અધિકારીઓ હોવાને કારણે તેમજ વિવિધ ટેબલો પર અરજદારો ને અઘિકારી દ્વારા અસંતોષ કારક જવાબ મળતો હોવાની લોક ફરીયાદ મળી હતી.તેમજ વિવિઘ ફોર્મ આઘારકાર્ડ, આવક, જાતિ, ક્રિમીલેયર, ડોમીસાઈલ પ્રમાણપત્રો, રેશનકાર્ડ, ના અપૂરતાં ફોર્મ ને લીધે
અરજદારો પાસે વવિઘ યોજનાલક્ષી ફોર્મ ની ઝેરોક્ષ કઢાવવા બહાર મોકલાય આવ્યા હતા.