વિરમગામ શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વિરમગામ ખાતે ખાટલા બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી લોકસભાની ચૂંટણી ને અનુલક્ષીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા અનુ.જાતિ મોરચાના મહામંત્રી મહેશભાઈ પરમાર,વિરમગામ શહેર ભાજપ મહામંત્રી મોતીસિંહ સોલંકી, વિરમગામ શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ મનુભાઈ પરમાર, વિરમગામ શહેર અનુ.જાતિ મોરચાના મહામંત્રી ભાવેશ સોલંકી તથા અન્ય કાર્યકતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિરમગામ શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વિરમગામ ખાતે ખાટલા બેઠક યોજાઇ
By NewsTok24
0
39
- Tags
- flash
RELATED ARTICLES