PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ સહીત પંથક અને ગ્રામ્ય વિસ્તારોમાં ના લોકો છેલ્લા કેટલાક દિવસોથી કાતિલ ઠંડીનો સામનો કરી રહ્યા છે આખો દિવસ નમતા પોરથી એકાએક કાતિલ ઠંડીનો સુસવાટા બેર પવનો ફૂંકાતા મધ્યરાત્રી હાડ થીજાવી દે તેવી કાતિલ ઠંડીથી થરથર કાપી રહ્યા છે
કાતિલ ઠંડીથી રક્ષણ મેળવવા કેટલાક નગરજનો શેરીઓમાં ફળિયામાં અને મુખ્યમાર્ગોની સાઈડો પરતાપણા સળગાવી રહ્યા છે. શહેરમાં વહેલી સવાર થી જ ધુમ્મસીયું વાતાવરણ પણ આવી કાતિલ ઠંડીમાં વધારો કરતુ હોય તેમ લાગી રહ્યું છે, વહેલી સવારથી જ જેકેટ, મફલર, ચાદર, ટોપીઓ પહેરીને ફરતા નજરે ચડે છે, લોકો સાંજના સમયે ઘરોમાં સગડીઓમાં કોલસા નાખી તાપણા પણ કરી રહ્યા છે.