પીયૂષ ગજ્જર – વિરમગામ
વિરમગામ સહીત પંથક અને ગ્રામ્ય વિસ્તારોના લોકો છેલ્લા કેટલાક દિવસોથી કાતિલ ઠંડીનો સામનો કરી રહ્યા છે આખો દિવસ નમતા પોરથી એકાએક કાતિલ ઠંડીનો સુસવાટા બેર પવનો ફૂંકાતા મધ્યરાત્રી સુધી હાડ થીજાવી દે તેવી કાતિલ ઠંડીથી થરથર કાપી રહ્યા છે
કાતિલ ઠંડીથી રક્ષણ મેળવવા કેટલાક નગરજનો શેરીઓમાં ફળિયામાં અને મુખ્ય માર્ગોની સાઈડ પર તાપણા સળગાવી રહ્યા છે. શહેરમાં વહેલી સવાર થી જ ધુમ્મસીયું વાતાવરણ પણ આવી કાતિલ ઠંડીમાં વધારો કરતુ હોય તેમ લાગી રહ્યું છે. વહેલી સવારથી જ જેકેટ, મફલર, ચાદર, ટોપીઓ પહેરીને લોકો ફરતા નજરે ચડે છે સાંજના સમયે ઘરોમાં સગડીઓમાં કોલસા નાખી તાપણા પણ કરી રહ્યા છે.