PIYUSH GAJJAR – Viramgam

ગત તા.1/10/2016 ના રોજ વિરમગામ નાયબ કલેક્ટર કે.વી.ભાલોડીયા દ્વારા સંકલન બેઠક મા સ્થાનીક પત્રકારો ને અપમાનિત કરી પત્રકારો સાથે ઓરમાયું વર્તન કરી બહાર નીકળી જવા જણાવ્યું હતું. આ ઘટના બાદ સ્થાનીક પત્રકારો મા ભારે રોષ વ્યાપ્યો હતો. આ ઘટનાને વિરામગામ પત્રકાર સંઘ દ્વારા સખત શબ્દો માં વખોડી કાઢી હતી. વિરમગામ પત્રકાર સંઘ ના સ્થાનિક ઇલેકટ્રોનિક મિડીયા તેમજ પ્રિન્ટ મિડિયા ના સભ્યો દ્વારા તા-3/10/2016 ના રોજ રાજ્યના મુખ્ય મંત્રી વિજય ભાઇ રૂપાણી અને અમદાવાદ જિલ્લા કલેક્ટર ને પત્ર લખી લેખીત મા રજૂઆત કરાઇ હતી. ત્યાંરબાદ તા-6/10/2016 ના રોજ વિરમગામ પત્રકાર સંઘ દ્વારા ગરીબ કલ્યાણ મેળા ના કાર્યક્રમ ના કવરેજ નો બહિષ્કાર કર્યો હતો અને રાજ્ય ના મંત્રી શંકરભાઈ ચૌધરી ને ઉપયુક્ત ની ઘટનાને સંદર્ભે મૌખિક મા રજુઆત કરી આવેદન પત્ર આપીને રજુઆત કરી હતી. તેમજ વિરમગામ સ્થાનીક સરકારી અઘિકારીઓ દ્વારા પત્રકારોની સતત અવગણના કરવામાં આવતારાજ્ય ના મંત્રી શંકરભાઈ ચૌધરી ને ઉપયુક્ત ની ઘટનાને સંદર્ભે મૌખિક મા રજુઆત કરી આવેદન પત્ર આપીને રજુઆત કરી હતી. ત્યારે 17 નવેમ્બર રોજ વિરમગામ પ્રાંત અઘિકારી કે.વી.ભાલોડીયા ની બદલી કરવામાં આવી છે તેવા સમાચાર મળ્યા છે.તેમજ તેમની જગ્યાએ વિરમગામ આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે પ્રશતિક પારેક ની નિયુક્તિ કરાઇ.
