

PIYUSH GAJJAR – VIRAMGAM
આવનાર વિધાનસભાની ચૂંટણીમાં તૈયારીઓના ભાગરૂપે વિરમગામ વિઘાનસભાના વિરમગામ-માંડલ-દેત્રોજ શહેર-તાલુકાના કોંગ્રેસના હોદ્દેદાર આગેવાનો કાર્યકરોની એક અગત્યની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોંગ્રેસના આ.પૂર્વ સાંસદ રાજુભાઇ પરમાર, AMC કોર્પોરેટર અને વિરમગામ વિઘાનસભા ઇન્ચાર્જ શાહનવાઝભાઇ, અમદાવાદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન મનુજી ઠાકોર, જિલ્લા પંચાયત અને સિંચાઈ ચેરમેન અમરસિંહ ઠાકોર, બબલદાસકાકા, પંકજસિંહ વાઘેલા, જિલ્લા સદસ્ય નટુજી ઠાકોર, વિરમગામ શહેર કોંગ્રેસ પ્રમુખ પુલકિત વ્યાસ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્ર સિંઘવ, યુથ કોંગ્રેસના ઘૃવભાઇ જાદવ, અલ્કેશભાઇ દવે, જિલ્લા સદસ્ય ભગાભાઇ પટેલ, માંડલ તાલુકા પંચાયત પ્રમુખ દિપીકાબેન પટેલ, સહિતના વિરમગામ, માંડલ, દેત્રોજ શહેરમાં તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો આગેવાનો કાર્યકરોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આવનાર વિધાનસભા ની ચૂંટણીમાં તૈયારીઓના ભાગરૂપે આગામી દિવસોમા પેજપ્રમુખ સહિતની કામગીરી સોંપવામાં આવી હતી તેમજ આગામી 4 ઓગસ્ટે અમદાવાદ ખાતે કોંગ્રેસના ઉપાઘ્યક્ષ રાહુલ ગાંધી આવનાર હોઇ તે કાર્યક્રમ અનુસંધાને મહત્વ ની બેઠકમાં યોજાઇ હતી. વઘુમાં આ કાર્યક્રમમાં વિરમગામ, માંડલ, દેત્રોજના યુથ કોંગ્રેસના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. બેઠકમાં અંVMતમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પુલકિત વ્યાસએ આભારવિઘી કરી હતી અને તમામ આગેવાનો કાર્યકરોXને તાજેતરમા ચાલી રહેલ ગણેશોત્સવ અને ઇદ ની શુભેચ્છાઓ પાઠવી હતી.