Wednesday, December 18, 2024
Google search engine
HomeDahod - દાહોદવિશ્વ આદિવાસી દિવસ : રાજ્યકક્ષાની ઉજવણી દાહોદ જિલ્લાના ઝાલોદમાં તથા અન્ય તાલુકાઓમાં...

વિશ્વ આદિવાસી દિવસ : રાજ્યકક્ષાની ઉજવણી દાહોદ જિલ્લાના ઝાલોદમાં તથા અન્ય તાલુકાઓમાં પણ ધૂમધામથી કરવામાં આવશે ઉજવણી

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દાહોદનાં ઝાલોદ ખાતે સહભાગી થશે.
  • મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રૂ. ૧૦૦૦ કરોડથી વધુ રકમના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આ અવસરે કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી તા. ૯ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દાહોદનાં ઝાલોદ ખાતે સહભાગી થશે. આદિવાસી બંધુઓના સર્વાગી વિકાસ અને કલ્યાણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રૂ. ૧૦૦૦ કરોડથી વધુ રકમના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આ અવસરે કરશે.

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રાજ્યના ૨૭ સ્થળોએ કાર્યક્રમ યોજાશે ત્યારે દાહોદનાં ઝાલોદ ખાતેના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ અને સાંસદ જસવંતસિંહ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આયોજીત કાર્યક્રમમાં રૂ. ૧૦૦૦ કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી કરવાના છે. જેમાં વ્યક્તિલક્ષી લાભની વિગત જોઇએ તો ૭૫૦૦ આવાસો માટે રૂ. ૯૦ કરોડના ચેકનું વિતરણ કરાશે, વન અધિકાર અધિનિયમ અંતર્ગત ૧૧૦૦૦ અધિકારપત્રોનું વિતરણ કરાશે, સિકલ સેલના ૬૦૦૦ દર્દીઓને રૂ. ૩.૬ કરોડની સહાયનું વિતરણ કરાશે, તેમજ ૧૨ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ તથા શિષ્યવૃત્તિની રૂ. ૧૬૦ કરોડની સહાયનું વિતરણ કરાશે. તદ્દઉપરાંત ૨૫૦૦ લોકોને દૂધાળા પશુઓના લાભ અને ૨૦૦૦ ખેડૂતોને ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓના લાભ અપાશે.ઝાલોદનાં સાયન્સ કોલેજના બાજુમાં મેલાણીયા ખાતે સવારે ૧૦.૩૦ કલાકથી આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

તેવી જ રીતે દાહોદ જિલ્લાના અન્ય તાલુકામાં પણ વિશ્વ આદિવાસી દિવસનું આયોજન થયું છે. અને જિલ્લાનાં આ અન્ય યોજાનારા કાર્યક્રમો પૈકી દાહોદ તાલુકા ખાતે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ જૂના ઇન્દોર હાઇવે રોડ પરના પ્રસંગ પાર્ટી પ્લોટ – ૨ ખાતે યોજાશે.

તેમજ આ કાર્યક્રમો પૈકી લીમખેડા તાલુકા ખાતે રાજ્યકક્ષાના મંત્રી બ્રીજેશ મેરજાની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ પાલ્લી ગામ, જુની મામલતદાર કચેરી ખાતે યોજાશે.

ગરબાડા ખાતે રાજ્યમંત્રી અરવિંદભાઇ રૈયાણીની અધ્યક્ષતા માં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ જાબુંઆ રોડ ખાતેની માધ્યમિક શાળા, ગરબાડા ખાતે યોજાશે. તેમજ ફતેપુરા તાલુકાના સુખસર ગામની નૂતન વિદ્યાલય ખાતે ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments