નિયામક આયુષ કચેરી ગાંધીનગર તથા જિલ્લા આર્યુવેદ અધિકારી દાહોદના માર્ગદર્શન હેઠળ સરકારી હોમીઓપેથીક દવાખાના નિમનળિયા દાહોદ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસ અને વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણીનાં ભાગરૂપે આઈ.ટી.આઈ. દાહોદ ખાતે વિદ્યાર્થીઓને હોમીયોપેથી વિશે માહિતી આપવામાં આવી હતી તથા દવાના પ્રકાર તેના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી. અને સાથે હીટ વેવની જાણકારી અને તેનાથી બચવાના ઉપાયો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. તથા ડો. દેવેન્દ્ર ડામોર દ્વારા લાઈફ સ્ટાઇલ બીમારીઓની માહિતી આપવામાં આવી હતી.
જિલ્લા આયુર્વેદિક અધિકારી ડો. સુધીર જોશી દ્વારા વિદ્યાર્થીઓને શિસ્તતા, કૌશલ્ય, વ્યસનમુક્તિ જેવા વિષયો તથા સોશ્યિલ મીડિયાના ફાયદા-નુકસાન ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું