આજે તા.૨૫/૦૪/૨૦૨૫ ને શુક્રવારના રોજ વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી અન્વયે સમગ્ર વિશ્વમાં ૨૫ એપ્રિલ ન દિવસે વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત મેલેરિયા નાબૂદી માટે લોકોમાં જનજાગૃતિ આવે તે માટે તાલુકા આરોગ્ય કચેરી, દેવગઢ બારીયાના કાર્ય વિસ્તારના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્માન આરોગ્ય મંદિર કક્ષાએ વિવિધ આઈ.ઈ.સી.એક્ટિવિટી કરવામાં આવી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવત, ડો. અતિત ડામોર, જિલ્લા મેલેરીયા અધિકારીનાં માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.
ડૉ.કલ્પેશ બારીયા, તાલુકા આરોગ્ય અધિકારી, દેવગઢ બારીયાના દિશા સૂચન સાથે તાલુકા દેવગઢ બારીયા ખાતે અલગ અલગ આઈ.ઈ.સી. એક્ટિવિટી કરવામાં આવી હતી. જે દરમ્યાન વિવિધ એક્ટિવિટી જેવી કે વિશ્વ મેલેરિયા દિવસ સંદર્ભે તાલુકા આરોગ્ય કચેરી, દેવગઢબારિયા ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિલ્ડ લેવલે શાળા કક્ષાએ, આયુષ્માન ભારત આરોગ્ય મંદિર, આંગણવાડીમાં જનસમુદાયની મીટીંગ કરવામાં આવી હતી તેમજ પત્રિકા વિતરણ પણ કરવામાં આવી હતી.