25 મી એપ્રિલ વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી પૂરા વિશ્વની અંદર કરવામાં આવે છે. ત્યારે સિંગવડ તાલુકામાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવત તથા અધિક મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ગિરવરસિંહ બારીયયા, જીલ્લા મેલેરીયા અધિકારીશ્રી અતીત ડામોરના માર્ગદર્શન હેઠળ તેમજ સીંગવડ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જીતેન્દ્ર મુનીયાના અધ્યક્ષ સ્થાને સીંગવડ તાલુકામાં વિશ્વ મેલેરીયા દિવસ ઉજવણી અંતર્ગત રેલી યોજવામાં આવી હતી.
જેમાં મેલેરીયા ડેન્ગ્યુ રોગના ફેલાવો, લક્ષણો તેમજ અટકાયતી પગલા તેમજ સાવચેતી રાખવાના સૂત્રો સાથે લોકોમાં જન જાગૃતિ માટે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. આ રેલીમાં સીંગવડ તાલુકાના તમામ મેલ સુપરવાઈઝર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, આશા બહેનો હાજર રહ્યા હતા. આપણો તાલુકો મેલેરીયા મુક્ત તાલુકાના સૂત્રોચ્ચાર સાથે રેલીને સફળ બનાવી હતી.