Thursday, January 2, 2025
Google search engine
HomeDahod - દાહોદ"વિશ્વ સાયકલ દિવસ": દાહોદ જિલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા વિકાસ...

“વિશ્વ સાયકલ દિવસ”: દાહોદ જિલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ દાહોદ ખાતેની સાયક્લોથોનનો લીલી ઝંડી આપીને કરાવ્યો પ્રારંભ

  • દાહોદ જિલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ દાહોદના પડાવ માંથી વહેલી સવારે સાયક્લીંગ કરીને લોકોને સ્વસ્થ રહેવાનો સંદેશો આપ્યો.
  • અંગદાન એ જ મહાદાનના સંકલ્પને વેગવંતુ બનાવીને જન જનમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશયથી મંતવ્ય ન્યુઝ દ્વારા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું.

વિશ્વ સાયકલ દિવસે દાહોદ જિલ્લા કલેક્ટર ડો હર્ષિત ગોસાવી અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી અંગદાન એ જ મહાદાનના સંકલ્પને વેગવંતુ બનાવી જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય થી મંતવ્ય ન્યુઝ દ્વારા આયોજીત સાયક્લોથોનનું દાહોદ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. અને બંને અધિકારીઓ દ્વારા લીલીઝંડી આપ્યા બાદ ખૂદ પોતે પણ સાયકલ ચલાવીને અંગદાનના સંદેશાને જનવ્યાપી બનાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.

આ સાયકલ રેલી સરદાર ચોક પડાવ થી પ્રસ્થાન કરી રતનલાલ પનાલાલ સ્કૂલ થઈ APMC સર્કલ થી ઠક્કરબાપા ચોક, આંબેડકર ચોક, સિંધી સોસાયટી થઈ માં સરસ્વતી સર્કલ થી સ્વામી વિવેકાનંદ ચોક થઈ રેલ્વે સ્ટેશન વાળા રસ્તે ઠક્કર ફળીયા થી સિનિયર રેલવે ઇન્સ્ટીટ્યુટ થી પરેલ સાત રસ્તા થઈ ચંદ્રશેખર આઝાદ ચોક, ગોધરા રોડ થી દેસાઈવાડ થી ભગવાન બિરસા મુંડા ચોક થી માણેકચંદ ચોક થઈ નગર પાલિકા ચોક ખાતે સમાપન કરવામાં આવી હતી.

કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ સાયક્લીંગ કરીને લોકોને આરોગ્યપ્રદ રહેવા માટે સાયક્લીંગ અતિમહત્વનું હોવાનો સંદેશો પણ આપ્યો હતો. અંગદાન એ જ મહાદાનની જનજાગૃતિ માટેની સાયક્લોથોનમાં દાહોદ જિલ્લા કલેકટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, નગર પાલિકાના પ્રમુખ રીનાબેન પંચાલ, ઝાયડ્સ હોસ્પિટલના ડીન તથા દાહોદ શહેરના અગ્રણીઓ અને સાયકલિસ્ટો ઉપસ્થિત રહ્યા હતા. અને નગરપાલીકાના પટાંગણમાં આ સાયક્લોથોન માં ભાગ લેનારનું અભિવાદન અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments