આજે તા.૨૯/૦૫/૨૦૨૨ ને રવિવારના રોજ દાહોદના પરેલ વિસ્તારના જુનિયર રેલ્વે ઇન્સ્ટીટ્યુટ ખાતે આદિજાતિ પટેલિયા સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ આદિજાતિ પટેલિયા સમાજ વડોદરા દ્વારા યોજવામાં આવ્યો. આ પ્રોગ્રામમાં સમગ્ર ગુજરાતનાં વડોદરા, અમદાવાદ, રાજકોટ, જામનગર સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, જેવા શહેરોમાંથી સમાજના ૫૦૦ જેટલા સરકારી, અર્ધસરકારી, રિટાયરમેન્ટ કર્મચારી, પ્રાઇવેટ નોકરી કરતા કર્મચારીઓ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ અને અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા કર્મચારીઓ અને સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા. આજના સ્નેહમિલન સમારંભનો મુખ્ય હેતુ શિક્ષણ, સંગઠન, રોજગારી, અને આરોગ્ય કાજે વિશિષ્ઠ ધ્યાન આપવા બાબતનો અને સમાજની જાગરૂકતા માટેનો હતો.
HomeDahod - દાહોદશિક્ષણ, સંગઠન, રોજગારી, અને આરોગ્ય કાજે આદિજાતિ પટેલિયા સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો