દાહોદ જીલ્લાના વડા મથક દાહોદ ખાતેની સ્નેહ સર્વાંગી વિકાસ ટ્રસ્ટ સંચાલિત ગુરુકુલ વિદ્યાલય છાપરીના વિદ્યાર્થીઓ આજ રોજ તારીખ ૧૮/૦૩/૨૦૧૬ ના શુક્રવારના રોજ શાળાના ટ્રસ્ટી પુજાબેન જૈન, આચાર્ય નરેન્દ્રભાઈ તથા શિક્ષકમિત્રો સાથે વિદ્યાર્થીઓ પોતાની શાળાએ થી ચાલતા ચાલતા બપોરના ૦૩:૩૦ કલાકે રાષ્ટ્રીય અંધજન મંડળ સંચાલિત શ્રીમતિ એમ. બી. જૈન અંધજન વિદ્યાલય મુકામે જઈ ત્યાંના અંધ અને શારીરિક રીતે વિકલાંગ બાળકો સાથે મળીને સૌ પ્રથમ પ્રાર્થના ખંડમાં પ્રાર્થના કરી ત્યારબાદ ગુરુકુલ વિદ્યાલયના ટ્રસ્ટી પુજાબેન, શાળાના આચાર્ય, નરેન્દ્રભાઈ, શિક્ષકો અને બાળકોએ શ્રીમતિ એમ. બી. જૈન અંધજન વિદ્યાલયના વિદ્યાર્થીઓને ગુલાલ લગાડી હોળી રમી હતી અને તે બાળકોએ પણ ગુરુકુલ વિદ્યાલયના બાળકોને પણ ગુલાલ છાંટી હોળીનો અનેરો આનંદ લીધો હતો.ત્યારબાદ બંને શાળાના બાળકો એકબીજા જોડે હળીમળીને રમતનો આનંદ માણ્યો હતો, ત્યારબાદ અંધ અને શારીરિક રીતે વિકલાંગ બાળકોને ભોજનખંડમાં લઇ જઈ નાસ્તો અને પેંડા આપી તેમનું મો મીઠું કારવ્યું હતું.