શ્રી વિશ્વકર્મા ગજ્જર સુથાર જ્ઞાતિ મંડળ વિરમગામ દ્વારા વિરમગામ શહેરના કસ્ટમ ની ચાલી પાસે વિશાળ વિશ્વકર્મા ઘામ મંદિરનુ નિર્માણ ચાલી રહ્યું છે. આજ રોજ મંદિર ખાતે શ્રી વિશ્વકર્મા મહાપુજા મહોત્સવ તેમજ રાંદલ માતાજીના તેડા સહિય માંગલિક ઘાર્મિક પ્રસંગો યોજાયા હતા. મંદિરના નિર્માણ માટે ઉછામણી બોલાવવા આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગજ્જર સુથાર સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમમા પૂર્ણાહુતિ બાદ પ્રસાદનુ આયોજન કરવામાં આવ્યું હતું .શ્રી વિશ્વકર્મા મંદિરના નિર્માણ માટે શ્રી ગજ્જર સુથાર જ્ઞાતિ મંડળ ના પ્રમુખ રસિકભાઇ જાદવાણી, પ્રાણજીવનભાઇ ગુંજારીયા, પ્રવિણભાઇ વડગામા સહિત સમાજના આગેવાનો હોદ્દેદારો જહેમત ઉઠાવી રહ્યા છે.
HomeViramgam - વિરમગામશ્રી વિશ્વકર્મા ગજ્જર સુથાર જ્ઞાતિ મંડળ વિરમગામ આયોજીત શ્રી વિશ્વકર્મા ભગવાનની મહાપુજા...