લીમખેડાના દુધિયા ગામમાં મૃતકના સ્વજનો દ્વારા ફ્લર્ડ લાઇટનું દાન કરી અનોખી રીતે આપી શ્રદ્ધાંજલિ

0
133

 HIMANSHU Patel –– DUDHIYA (LIMKHEDA) 

 

 

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામમાં ગત તા.૧૨/૦૫/૨૦૧૯ ને રવિવારના રોજ પંકજભાઈ મોહનભાઇ તિવારી રાજસ્થાન સામાજિક પ્રસંગે ગયા હતા ત્યાં તેઓનો અકસ્માત થયો હતો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને બરોડા હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ કરેલ હતા, પરંતુ ગંભીર ઇજાના કારણે તેઓનું તા.૧૫/૦૫/૨૦૧૯ ને બુધવારના રોજ અવશાન થયેલ હતું. પરિવારમાં પોતાના સ્વજનનું અકાળે મૃત્યુ થતાં ખૂબ દુખ થયું હતું. પોતાના મૃતક  સ્વજનની સ્મૃતિમાં તેમના સ્વજનો દ્વારા દુધિયા ગામમાં ફ્લર્ડ લાઇટનું દાન કરી અનોખી પહેલ કરી હતી. અને ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેઓ દ્વારા દુધિયા બસ સ્ટેશન સહિત ચાર (૪) ફ્લર્ડ લાઇટ બેસાડી મૃતકને તેમના પરિવાર દ્વારા અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here