Friday, November 22, 2024
Google search engine
HomeDahod - દાહોદસંકલ્પ થી સિદ્ધિ 2022 સુધીમાં કૃષિની આવક બમણી કરવાના નીર્ધાર

સંકલ્પ થી સિદ્ધિ 2022 સુધીમાં કૃષિની આવક બમણી કરવાના નીર્ધાર

 

KEYUR PARMAR – DAHOD

આજે મુવાલીયા ખાતે ન્યૂ ઇન્ડિયા મંથન-સંકલ્પથી સિધ્ધી કાર્યક્રમ અંતર્ગત યોજાનાર ખેડૂત સંમેલનમાં ખેડૂત ભાઇ/બહેનો નવભારત માટે સંકલ્પ લીધા ખેડૂતલક્ષી વિકાસ કાર્યક્રમમાં જિલ્લાના ખેડૂત ભાઇ-બહેનોને ઉપસ્થિત રહ્યા હતા. ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે ન્યૂ ઇન્ડિયા મંથન-સંકલ્પથી સિધ્ધ યાત્રા કાર્યક્રમ ભારત સરકારના આદિજાતિ વિકાસ રાજયમંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને દાહોદ, મુવાલીયા ફાર્મ, આણંદ કૃષિ યુનિવસિર્ટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે તા.૮/૯/૨૦૧૭ ના રોજ ૧૦:૦૦ કલાકે યોજાયો હતો. આ કાર્યક્રમમાં વર્ષ – ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે સંકલ્પ તેમજ જમીન સ્વાસ્થ્ય, ટપક સિંચાઇ પધ્ધતિઓ, જૈવિક ખેતી, શાકભાજીના પાકોની નવિન તાંત્રિકતાઓ, ઇનપુટનો પ્રભારી ઉપયોગ, ઉત્પાદન પછી ઓછું નુકશાન, ગુણવત્તામાં વૃધ્ધિ, નવિન માર્કેટીંગ, માર્જિન, જોખમમાં ઘટાડો તથા સહાયક પ્રવૃતિઓ વગેરે વિષય પર જુદા જુદા વિષય નિષ્ણાતો, વૈજ્ઞાનિકો દ્વારા બૃહદ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ૧૯૪૨ માં સ્વતંત્રતા સેનાનીઓએ એક સંકલ્પ લીધો હતો.“ભારત છોડો” નો અને ૧૯૪૭ માં તે મહાન સંકલ્પ સિધ્ધ થયો હતો અને ભારત સ્વતંત્ર બન્યું હતુ. આ ખેડૂત સંમેલનમાં ખેડૂત ભાઇ/બહેનો નવભારત માટે આજે સંકલ્પ લીધો છે અને ૨૦૨૨ સુધીમાં નવભારત નિર્માણ, સ્વચ્છ ભારત. ગરીબી મુકત ભારત,, ભ્રષ્ટાચાર મુકત ભારત, આતંકવાદ મુકત ભારત, સાંપ્રદાય મુકત ભારત, જાતિવાદ મુકત ભારત, ખેતીની આવક બમણી, સુરક્ષા માટે પાક વીમા, જમીનની તંદુરસ્તી માટે સજીવ ખેતી અપનાવવા, સોઇલ હેલ્થ કાર્ડ બનાવવા, વધુ ઉત્પાદન માટે ગુણવત્તાસભર બીજ અને સારી રોપ સામગ્રીને અપનાવવા, સંકલિત ખેતી પધ્ધતિ અપનાવવા, ખેતપેદાશના મુલ્ય વર્ધન અને સંગ્રહ માટે સુરક્ષિત ભંડાર જેવા નવભારતના નિર્માણમાં સંકલ્પની સિદ્રિ માટે બધા ખેડૂત ભાઇ બહેનો, ગ્રામજનો, અગ્રણીઓ મન અને કર્મથી જોડાય હતા. આ ખેડૂતલક્ષી વિકાસ કાર્યક્રમમાં મુવાલીયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ખાતે યોજાયો હતો અને તેમાં દાહોદ જિલ્લા કલેકટર પણ અતિથિ વિશેસ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને કલેકટર તેમજ કેન્દ્રીય મંત્રી હસ્તે સોઇલ કર અને મફત ટેબ્લેટના વિતરણ કરવાં આવ્યા હતા.વરિષ્ઠ વૈજ્ઞાનિક ર્ડા.અરુણ પટેલે પણ આણંદ કૃષિ યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓજ સંકલ્પ પણ લેવડાવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments