દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગરાડિયા આદિવાસી ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ ૯ મી ઓગસ્ટ ને વિશ્વ આદિવાસી દિનની ઉજવણીનાં શુભ પ્રંસગે ઉપસ્થિત વડોદરા સંયાજીગંજના ધારાસભ્ય જીતેન્દ્રભાઇ સુખડીયા અને મદદનીશ કમિશનર દાહોદના વિશ્વજીત સિંહ ગોહિલ, પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ સુરતાનસિંહ કટારાના હસ્તે જિલ્લાના અનાથ અને નિરાધાર બાળકો તથા કોરોનાની મહામારીમાં માતાપિતા ગુમાવનારા એવા કુલ 144 જેટલા બાળકોને શૈક્ષણીક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સંજેલી ખાતે આવેલી એકલવ્ય શાળાના પટાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં સંજેલી તાલુકાની પ્રથમિક શાળાના શિક્ષકો, CRC ભાઈઓને તુલસીના છોડ દરેક શાળાના પટાંગણમાં રોપાય તે માટે વિતરણ કરવામાં આવ્યું હતું અને દાહોદજિલ્લા પ્રાથમિક સંઘના પ્રમુખ સુરતાનસિંહ કટારાએ તુલસીના છોડનું મહત્વ સમજાવ્યું હતું.
HomeSanjeli - સંજેલીસંજેલીના ગરાડિયા આદિવાસી ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ...