સંજેલી પ્રાંત અધિકારીને રજૂઆત કરવા ગયેલા વેપારીઓની અરજી ન સ્વીકારતા વિલા મોઢે પરત ફર્યા
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા મથકે પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ચાલી ફળીયા, તળાવ ફળીયા અને શારદા હોસ્પિટલ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન તરીકે વિસ્તાર સીલ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારના લોકોનું કહેવું છે કે કારોના પોઝિટિવ આવેલા ચાલી ફળીયા વિસ્તારથી તળાવ ફળીયા વિસ્તાર બિલકુલ અલગ છે. આ વિસ્તારમાં મોટાભાગના તમામ ધર્મના ધર્મ સ્થળો, મોટા ડિલરો અને વેપારીઓ હોવાથી વેપારીઓ તેમજ લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. જેને લઇ આ વિસ્તારના આગેવાનો, વેપારી સંઘના પ્રમુખ દ્વારા મંગળવારના રોજ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરાતાં પ્રાંત અધિકારીએ તે અરજીને ધ્યાને ન લેતા વેપારીમાં નારાજગી જોવા મળી હતી.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આજ દિન સુધી કોરના પોઝિટિવ ૧ કેસ નોંધાયેલ છે. જે ચાલી ફળીયામાં અમદાવાદથી આવેલા ચાલી ફળીયાના જમાઈને તા.૨૩/૦૫/૨૦૨૦ ના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં દાહોદ ખાતે ખસેડવામાં આવ્યો હતો જે બાદ ચાલી ફળીયુ, તળાવ ફળીયા અને શારદા હોસ્પિટલ વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો અને પતરા મારી તે વિસ્તારોને સીલ કરી દેવામાં આવ્યો હતો ત્યારબાદ આ વ્યક્તિ સ્વસ્થ થઇ જતાં મંગળવારના રોજ તેને Covid-19 હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ હતી. હાલ સંજેલીમાં કોરોના પોઝીટીવના એક પણ એક્ટિવ કેશ ન હોવાથી તંત્ર અને લોકોએ રાહત અનુભવી છે. તે બાબતને લઈને લોકો દ્વારા ચાલી ફળીયા વિસ્તાર અને તળાવ ફળીયા આ બંને વિસ્તાર બિલકુલ અલગ જ આવેલું છે અને આ તળાવ ફળીયા વિસ્તારમાં અંદાજે ૧૫૦૦ સભાસદ ધરાવતી વર્ધમાન નાગરિક કો-ઓપરેટીવ બેેંક આવેલી છે. વ્હોરા સમાજની મસ્જિદ, ભીમનાથ મહાદેવ મંદિર, આઇશ્રી ખોડિયાર મંદિર, શિરડી સાંઈ બાબાનું મંદિર, વિશ્વકર્મા મંદિર તેમજ મુસ્લિમ સમાજના કબ્રસ્તાન સહિતનો મુખ્ય માર્ગ છે. વસંત હળદર મરચાં મસાલાના ડીલર છે, તમાકુ બનાવટ તેમજ બીડીના ડીલરો છે. ચોમાસાની સિઝનમાં ખેડૂતોને મુખ્ય જરૂરિયાત દોરી-દોરડા-પાવડા-તગારા-ત્રિકમ, ઘર ઢાકવા, ઘાસ માટે શેડ બનાવવા, તાડપત્રી – પ્લાસ્ટિકની વસ્તુની મુખ્ય દુકાનો આવેલી છે. ગ્રામજનોને કપડાં ધોવા તેમજ પશુઓને તળાવ પર પાણી પીવા માટે જવાનો મુખ્ય માર્ગ છે. આ તમામ રજૂઆતોને ધ્યાને લઇ સંજેલી વેપારી સંઘના પ્રમુખ, ગામના આગેવાન અને આ વિસ્તારના વેપારીઓ સંજેલી પ્રાંત અધિકારીને મંગળવારના રોજ તળાવ વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવા કે હળવું કરવા લેખિત રજૂઆત માટે ગયા હતા પરંતુ પ્રાંત અધિકારીએ લેખિત રજૂઆતની અરજી ન સ્વીકારતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે પ્રાંત અધિકારીએ તમામ રજૂઆતોને નકારી નિયમ મુજબ જ જે હશે તે કર્યું છે. તેેવો જવાબ આપી વિલા મોંઢે લોકોને પરત મોકલી દીધા હતા.
Virsion > > સંજેલી ગામના અગ્રણી > > દ્વારા કહેવામાં આવ્યું હતું કે અગાઉ એક મહાનગર પાલિકાના લાગતા વળગતા અધિકારીઓએ જ્યાં એક જ પોઝીટીવ કેસ હોય તે ઘર કે એપાર્ટમેન્ટ પૂરતું જ ક્લસ્ટર ઝોન જાહેર કરવા સૂચના અપાઇ હતી. તે બાબતની લેખિત રજૂઆતને પણ ધ્યાને ન લેતા વેપારી દ્વારા પ્રાંત અધિકારીને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. પરંતું પ્રાંત અધિકારીએ તમામ રજૂઆતોને નકારી નિયમ મુજબ જે કાર્યવાહી કરવામાં આવશે તે જ થશે. તેવું કહ્યું હતું.
Version > > વર્ધમાન કો-ઓપ. બેંક લિ. ના ચેરમેન > > તળાવ ફળિયા વિસ્તારમાં આવેલી વર્ધમાન કો ઓપરેટિવ બેન્કમાં દરરોજ પોતાના ધંધા માટે નાણાંની લેવડ દેવડ કરી ફળ ફ્રુટની રેકડીવાળા અને નાના-મોટા વેપારીઓ, રોજીંદો ધંધો રોજગાર કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તા.૨૦/૦૬/૨૦૨૦ સુધી સોસાયટી બંધ કરાતાં દરરોજ લેવડ દેવડ કરી ધંધો રોજગાર મેળવતા લોકોની હાલત કફોડી બની છે. અને પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવવા મુશ્કેલ બન્યું છે જેને લઇ આ વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન માંથી મુક્તિ આપવા માટે પણ લેખિત રજૂઆત કરાઇ હતી.