ઉતરાયણ પર્વમાં જાણ્યે અજાણે વપરાતા ચાઈનીઝ દોરા ના કારણે નિર્દોષ લોકોના ચાઈનીઝ દોરીથી ગળા કપાઈ જતાં હોય છે. ત્યારે પંચમહાલ રેંજ IG આર.વી. અસારી તેમજ દાહોદ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા અને નાયબ પોલીસ વડા ડી .આર પટેલ ઝાલોદના માગર્દશન મુજબ સંજેલી પોલીસ ટીમ તાલુકામાં સતત ચેકીંગ કરી રહ્યું હતું, ત્યારે સંજેલી નગરના મુખ્ય બજારમાં આવેલ પતંગના વેપારી કનુભાઈ પ્રજાપતિ ચાઈનીઝ દોરા વેંચતા હોવાની સંજેલી PSI જી.બી. પરમારને બાતમી મળતા તેના ઘરે તપાસ કરતા ચાઈનીઝ દોરીના ફીરકા નંગ 7 કિંમત રૂપિયા 3500/- નો મુદ્દામાલ મળેલ તે ચાઈનીઝ દોરીના ફીરકા નંગ 7 કિંમત રૂપિયા 3500/- નો મુદ્દામાલ કબ્જે કરીને તે વેપારી વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
સંજેલીમાં ચાઈનીઝ દોરી વેચતા વેપારીને ઝડપવામાં પોલીસને મળી સફળતા, રૂપિયા 3500/- નો મુદ્દામાલ કર્યો કબ્જે
RELATED ARTICLES


